નિયુક્ત:અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળ્યો

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઇ પટેલની નિયુક્ત કરાતાં પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપા પૂર્વ પ્રમુખ રણવીરસિંહ ડાભી દ્વારા પદભાર સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પૂર્વ પ્રમુખ ભરતસિંહ રહેવર, જિલ્લા મહામંત્રી શામળભાઇ પટેલ, એસ.એમ.ખાંટ, સહકારી આગેવાન પ્રભુદાસભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોર, સાબરડેરી ડિરેકટર ભીખુસિંહ પરમાર, મોડાસા પાલિકા પ્રમુખ સુભાષભાઇ શાહ વગેરે હાજર રહ્યા હતા. નવ નિયુક્ત પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે પણ સૌને સાથે રાખીને અને સૌના સાથ સહકારથી આગામી તાલુકા-જિલ્લા પંચાયત સહિતની આગામી ચૂંટઓમાં વિજય મેળવવા કામ કરીશું તેમ જણાવ્યું હતું. બાયડના પૂર્વ સરપંચ અને ચૌધરી સમાજના અગ્રણી સુધીરભાઈ પટેલે રાજેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...