તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરવલ્લી જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની જનરલ ચૂંટણી શરૂ થવા જઈ રહી છે ત્યારે ચૂંટાયા પછી પ્રમુખ કોણ બનશે તે માટે રાજ્યના વિકાસ કમિશનરે પ્રમુખ પદ માટેનું રોસ્ટર જાહેર કર્યું પ્રમુખ પદ આનામત થતો કેટલાય ઉમેદવારો અને પ્રમુખ બનવાના અભરખા જાગ્યા છે અને ટિકિટ મેળવવા અત્યારથી જ લોબિંગ શરૂ કર્યું છે.
અરવલ્લી જિલ્લા પંચાયતના ૬ તાલુકા પંચાયતની બનેલી જિલ્લા પંચાયતમાં પ્રથમવાર અઢી વર્ષના ગાળા માટે પ્રમુખપદ માટેની સીટ બિન અનામત જાહેર થઇ છે અને બિન અનામત જિલ્લા પંચાયત સીટ ઉપર ચૂંટાયેલા સભ્યો નવા પ્રમુખને વરણી કરશે. જ્યારે અરવલ્લી જિલ્લામાં આવેલી છ તાલુકા પંચાયત મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ માટે બિનઅનામત છે. જ્યારે ધનસુરા તાલુકા પંચાયત પણ બિનઅનામત પ્રમુખ પદ માટે છે બાયડ તાલુકા પંચાયત બક્ષીપંચ જનરલના માટે અનામત કરાય છ. આવી જ રીતે માલપુર તાલુકા પંચાયત પણ બક્ષીપંચ જનરલ માટે અનામત કરાય છે.જ્યારે મેઘરજ અને ભિલોડા તાલુકા પંચાયત આદિજાતિ જનરલ માટે અનામત જાહેર કરાઈ છે. બીજી તરફ બાયડ અને મોડાસાના નગરપાલિકાના પ્રમુખ માતા તેનું રોસ્ટર હજુ શહેરી વિકાસ વિભાગે બહાર પાડ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદ માટે ગાડી બંગલો ટેલીફોન જેવી સુવિધાઓ તેમજ વિકાસની ગ્રાન્ટ વાપરવા માટેના અધિકારો મળતા હોવાથી અત્યારથી જ આવા ઉમેદવારો પોતાનું લોબિંગ શરૂ કર્યું છે અને પોતે જીતે અને પોતાના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મદદ કરે તેવા ઉમેદવારોની પસંદગી માટે પણ આયોજન કરતા હોવાનું જાણવા મળે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.