કામગીરી ઠપ:અરવલ્લી જિ.પં. આરોગ્ય કર્મીઓએ રવિવારે વેક્સિેનેશન કામગીરી ન કરી

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1200 કર્મીઓ અળગા રહેતા રસીની કામગીરી ઠપ થઇ
  • રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા જાહેર રજાના દિવસે કોવિડની કામગીરી ન કરવા આદેશ કરાયો હતો

અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં કાયમી કર્મચારીઓ રવિવારે વેક્સિનેશન કામગીરીથી અળગા રહ્યા હતા. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તા. 17 ઓકટોબરને રવિવારે જાહેર રજાના દિવસે કોવિડ કામગીરી ન કરવા માટે આદેશ કરાતાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા 1200 કરતાં વધુ જુદાજુદા વિભાગના કર્મીઓ રવિવારે કામગીરીથી અળગા રહેતાં વેક્સિનેશનની કામગીરી ઠપ થઈ ગઈ હતી.

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય વિભાગના પંચાયત સેવાના કાયમી કર્મચારીઓને રવિવારે જાહેર રજાના દિવસે વેક્સિનેશન કોવિડની કામગીરી ન કરવા માટે આદેશ કરાતાં અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ટીએચએસ અને ટીએચવી તેમજ ફાર્માસિસ્ટ અને લેબોરેટરી ટેકનિશિયન તથા સ્ટાફ નર્સ અને સંવર્ગના અને આરોગ્યના જુદા જુદા વિભાગના કર્મચારીઓએ રાજ્ય મહાસંઘના આદેશના પગલે રવિવારે વેક્સિનેશનની કામગીરી ન કરવાનો નિર્ણય કરતાં વેક્સિનેશનની કામગીરી ઠપ થઈ ગઈ હતી. રવિવારે કામગીરીથી અળગા રહેલા આરોગ્ય વિભાગના કર્મીઓએ અગાઉ પણ રજાના દિવસે પણ સતત કામગીરી કરી હોવાનું અને લાંબા સમય બાદ કોવિડની કામગીરીથી અળગા રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...