આવેદન:હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં અરવલ્લી કોંગ્રેસનું આવેદન

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કસૂરવારો સામે યોગ્ય પગલાં નહીં ભરાય તો આંદોલનની ચીમકી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડકલાર્કની પરીક્ષાનું પેપરલીક થવા બાબતે અરવલ્લી કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપી કસૂરવારો સામે તટસ્થ તપાસ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી આ દિશામાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસે યુવાનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ તેમજ મોડાસા કાઉન્સિલર જીઆઈ ખાલક અને પ્રમુખ કલાબેન ભાવસાર તેમજ કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરીને આપેલા આવેદનમાં જણાવ્યું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડકલાર્ક પરીક્ષાનું આયોજન તા.12ડિસેમ્બરે રાજ્યમાં 186 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવાઈ રહેલ હતી. આ પરીક્ષામાં 2.41 લાખ ઉમેદવારોએ નોકરી મેળવવા અરજી કરી હતી. જોકે પરીક્ષાના આગળના દિવસે જ પેપરલીક થયેલ હોવાના આક્ષેપો કરાયા હતા.

આ સંદર્ભમાં પ્રાંતિજના મૌછાના ફાર્મ હાઉસમાં લાખો રૂપિયા લઈ આ પેપર લીક થયુ હોવાનું તેમજ ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા પરીક્ષામાં બેસનાર ઉમેદવારો સુધી આ પેપર પહોંચ્યું હોવાનો આવેદનપત્રમાં આક્ષેપ કરી જિલ્લામાં નોકરી વાંચ્છુ યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો બળાપો ઠાલવ્યો હતો. તેમજ છાશવારે ભરતી કૌંભાડોમાં પેપરો લીક થાય છે. તેમછતાં સરકાર આંખઆડા કાન કરી રહી છે. આ દિશામાં યોગ્ય તપાસ કરી ગુનેગારો સુધી પહોંચી સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...