મંજૂરી:અરવલ્લીમાં વિકાસના કામો માટે 350 લાખના 99 યોજનાઓના કામોને મંજૂરી

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી કલેક્ટર કચેરીમાં પ્રભારીમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષપણા હેઠળ મળેલ ડી.એમ.એફ વર્ષ -2020 -21 ના આયોજનઅંગે મળેલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં જિલ્લામાં અંદાજે કુલ રૂ.૩૫૦ લાખની ૯૯ યોજનાઓને સર્વાનુમતે મંજૂર કરાઇ હતી. 73 ગામોમાં તબક્કાવાર ગટરલાઇનની યોજનાઓ મંજૂર કરાઇ હતી. આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું કે આયોજન કચેરી દ્વારા પાંચ વર્ષમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન, ડીએમએફ. તેમજ સંસદ સભ્ય ફંડ વિગેરે યોજનાઓ હેઠળ કુલ ૧૭૯૫૫.૮૮ લાખના ૧૧૦૩૮ કામોને મંજૂર કરી પૂર્ણ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...