તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:માલપુરમાં ઘર વિહોણા 70 લાભાર્થીઓને મફત પ્લોટ ન ફાળવતાં ટીડીઓને આવેદન

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માલપુર પંચાયત દ્વારા પ્લોટની ફાળવણી અને આવાસ યોજનાની દરખાસ્ત ટલ્લે ચડી

માલપુર પંચાયત દ્વારા 70 ગરીબ લાભાર્થીઓને મફત પ્લોટ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન ફાળવવા માટે છેલ્લા કેટલાય સમયથી દરખાસ્ત કરી છે.પરંતુ ઘણો સમય વિતવા છતાં લાભાર્થીઓને મફત પ્લોટ ન ફાળવતાં લાભાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારીને માલપુરના વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતની આગેવાનીમાં આવેદન આપ્યું હતું.

માલપુર પંચાયત વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ અને ખેત મજૂરો તેમજ જરૂરીયાતમંદ લાભાર્થીઓને પંચાયત વિસ્તારમાં મફત પ્લોટ ફાળવવામાં આવે અને ગરીબ લાભાર્થીઓનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમાવેશ કરીને ગરીબ લાભાર્થીઓને છત મળે તે માટે ઘણા લાંબા સમય અગાઉ માલપુર પંચાયત દ્વારા 70 જેટલા લાભાર્થીઓને દરખાસ્ત તૈયાર કરીને માલપુર તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ સોંપવામાં આવી હતી.

માલપુર વાલ્મિકી સમાજના અગ્રણી લાલજી ભગતે જણાવ્યું કે દરખાસ્ત રજૂ કરાયા બાદ જરૂરી પૂર્તતા કરાઇ હતી.તેમ છતાં પણ ગરીબ લાભાર્થીઓને વર્ષો વિતવા છતાં મફત પ્લોટ અને મકાન ન ફાળવતાં લાભાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આગામી 15 દિવસમાં ઘટતી કાર્યવાહી નહીં કરાય તો લાભાર્થીઓએ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો