રજૂઆત:પડતર માગણીઓ મુદ્દે તલાટી કમ મંત્રી મંડળનું આવેદન

મોડાસા/હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં ડીડીઓ-કલેક્ટર કચેરીઅે આવેદન આપ્યું - Divya Bhaskar
મોડાસામાં ડીડીઓ-કલેક્ટર કચેરીઅે આવેદન આપ્યું
  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તલાટી કમ મંત્રીઓએ આવેદન આપી સરકાર વિરુદ્ધ લડતના મંડાણ કર્યા

અરવલ્લી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મંડળની મળેલી કારોબારીમાં કરાયેલા નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો અંગે સોમવારે ડીડીઓ અને કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું હતું.અરવલ્લી તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ વિરેન્દ્ર પટેલ અને મહામંત્રી ગોપાલભાઈ પટેલ દ્વારા તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે સરકાર દ્વારા હકારાત્મક નિરાકરણ લાવવા આવેદન અપાયુ હતું.

આવેદન મુજબ તલાટીઓ સરકારી કચેરી કે કર્મચારી સાથે જોડાયેલા તમામ વર્કશોપ ગ્રુપમાંથી પડતર પ્રશ્નના નિરાકરણ ન આવે ત્યાં સુધી રિમૂવ થશે તદુપરાંત તારીખ 20 સપ્ટેમ્બરે તલાટી મંત્રીઓ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે અને 27 સપ્ટેમ્બરે રાજ્યના તમામ તલાટી મંત્રી ફરજ પર હાજર રહી પેન ડાઉન કાર્યક્રમ કરશે તા. 1 ઓક્ટોબરે માસ સીએલ મૂકી સ્થાનિક તાલુકા કચેરીએ બેનર સાથે દેખાવ કરશે તે દિવસથી તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી તેમજ મહેસૂલી કામગીરી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કરશે. તા. 7 ઓક્ટોબરે તમામ તલાટી મંત્રી ઓ મંડળ ની આગેવાનીમાં જિલ્લા પંચાયત કચેરીએ બેનર સાથે એક દિવસ ધરણાં કરશે અને તા. 12 ઓક્ટોબરે તમામ તલાટી કમ મંત્રીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ એક દિવસના ધરણાં કરશે.

ગત સપ્તાહમાં રાજ્ય સરકારને પડતર માંગણીઓના નિકાલ માટે તબક્કાવાર કાર્યક્રમો અંગે આપવામાં આવેલ આવેદનપત્રના સંદર્ભમાં સાબરકાંઠા જિલ્લા તલાટી મંડળે સોમવારે સવારે કલેક્ટરને આવેદન આપી આંદોલનમાં જોડાયાની વિધિવત જાણ કરી હતી.

હિંમતનગરમાં કલેક્ટરને આવેદન આપી આંદોલનની વિધિવત જાણ કરી
હિંમતનગરમાં કલેક્ટરને આવેદન આપી આંદોલનની વિધિવત જાણ કરી

સા.કાં. તલાટી મંડળના પ્રમુખ હર્ષવર્ધનસિંહ કે. કુંપાવત, મહામંત્રી ચિરાગ બારોટ વગેરેએ સોમવારે સવારે કલેક્ટરને આવેદન આપી તલાટી મહામંડળની વારંવારની રજૂઆતો છતાં કોઇ નિરાકરણ ન આવતાં રાજ્ય તલાટી મહામંડળે વિરોધના તબક્કાવાર કાર્યક્રમો ચાલુ કરી આંદોલન કરવા લીધેલ નિર્ણયને સાબરકાંઠા જિલ્લા તલાટી મંડળે પણ સમર્થન આપી આંદોલનમાં જોડાયા હોવાની જાણ કરી હતી અને તલાટી સંવર્ગના તમામ પડતર પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી.

નોંધનીય છે કે તલાટી મંડળે લડતના મંડાણ કર્યા છે. બીજી બાજુ સરકારમાં નવા મુખ્યમંત્રીએ શપથ લીધા છે અને મંત્રી મંડળની પણ નવી રચના થવાની ચર્ચાઓ છે ત્યારે તલાટીઓની સમસ્યાઓ અંગે કેવી દરકાર લેવાય છે અને 12 ઓક્ટોબરે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવા તલાટીઓ મજબૂર બને છે તે જોવુ પણ રસપ્રદ બની રહેનાર છે.

અન્ય સમાચારો પણ છે...