તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ખેડૂતો પર અત્યાચારના વિરોધમાં અરવલ્લી કિસાનસભાનું આવેદન

મોડાસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરિયાણામાં થયેલા લાઠીચાર્જનો વિરોધ કરતું કિસાનસંઘ

અરવલ્લી જિલ્લા કિસાન સંઘ દ્વારા હરિયાણાના કરનાલમાં ખેડૂતોના શાંતિપૂર્ણ ચાલતા આંદોલન ઉપર હરિયાણા સરકારે ખેડૂતો પર બર્બરતા આચરી લાઠીચાર્જ કરવાના અને એક ખેડૂત શહીદ થતાં જેના વિરોધમાં અધિક નિવાસી કલેક્ટરને આવેદનઆપવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવ્યાનુસાર કિસાન સભા દ્વારા આક્ષેપ કરી માંગણી કરાઇ હતી કે આઈએએસ સિંહા કે જેણે ખેડૂતોના માથા ફોડી નાખવાનો સીધો આદેશ આપ્યો હતો તેને તાત્કાલિક અસરથી નોકરીમાં થી ડિસમીસ કરવા, ઈજાગ્રસ્ત ખેડૂતોને સારવાર કરાવો અને સહાય ચૂકવવા, સાથે શહીદ ખેડૂતને રૂ. 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.

કિસાન સભાના પ્રમુખ ભલાભાઈ ખાંટ, સાંજાભાઇ ડામોર અને છગનભાઇ ભગોરા, સીઆઈટીયુના પ્રદેશ મંત્રી ડી.આર. જાદવ અને સીટુ આગેવાન હબીબ સુથાર હાજર રહ્યા હતા. કિસાન આંદોલન કચડી નાખવાના પ્રયાસને કિસાન સભાએ વખોડી કાઢયું હતું.

અન્ય સમાચારો પણ છે...