તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:અરવલ્લી સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરવા આવેદન

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓ બંધ હોવાથી મધ્યાહન ભોજનના બદલે બાળકોને ફૂડ પેકેટ આપો

કોરોનાની મહામારી ને લઈ સમગ્ર ગુજરાત સહિત ભારતમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે સાથે જ કોરોના મહામારીમાં લોકોને આર્થિક સ્થિતિ પર પણ અસર પડી છે. ત્યારે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કન્વીનર માનસી રાવળ અને કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓ અને વાલીઓના વિવિધ પ્રશ્નો નું નિરાકરણ લાવવા માગણી કરાઇ હતી.

અરવલ્લી જિલ્લાના એસ.એફ.આઈ. એ આવેદનમાં જણાવ્યું છે કે જ્યાં સુધી શાળાઓ અને કોલેજોમાં જ્યાં સુધી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી ફી વસુલ કરવામાં ન આવે, ઓનલાઈન શિક્ષણ ને લઈ ને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે અને વિદ્યાર્થીઓ ની શિક્ષણ ફી સિવાય જુદાજુદા મથાળા હેઠળ લેવાતી ફી બંધ કરવામાં આવેસાથે જવર્ષ 2020 અને 2021 ની ફી માં વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવે વિદ્યાર્થીઓની ફી લેવામાં આવી હોય તો પરત કરવામાં આવે.શાળાઓમાં મધ્યાહન ભોજન બંધ હોઈ વિદ્યાર્થીઓને ફૂડ કીટ આપવામાં આવે તેમજ સ્કોલરશીપ અને ફેલોશિપ જે વિદ્યાર્થીઓની બાકી હોય તે આપવામાં આવે.વાલીઓને સતત ફોન અને મેસેજ દ્વારા ફી માટે કનડગત કરવામાં આવે છે આ માંગણીઓ તાત્કાલિક નહીં પુરી કરવામાં આવે તો એસએફઆઇ અરવલ્લી દ્વારા વિરોધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...