આતંક:સરડોઈમાં અસામાજિક તત્વો રાત્રે ઘરો પર પથ્થર ફેંકતાં ફફડાટ

સરડોઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસામાજિક તત્વોએ કારનો કાચ ફોડી નાખ્યો છે. - Divya Bhaskar
અસામાજિક તત્વોએ કારનો કાચ ફોડી નાખ્યો છે.
  • કારના કાચ ફોડી નાખ્યા, આવા તત્વોને પકડવા લોકમાંગ

મોડાસાના સરડોઈના જૂના પોલીસ સ્ટેશન વિસ્તારની પંચાલ ફળીમાં સોમવારની રાત્રિએ અસામાજિક તત્વો દ્વારા ઘરો પર પથ્થરો ફેંકાતાં લોકોમાં ફફડાટ અને ભયનો માહોલ પેદા થયો છે. અગાઉ પણ અસામાજિક તત્વો આ વિસ્તારમાં પથ્થરો ફેંકી રહીશોને હેરાન કરવાના બનાવો બન્યા છે. રાજપૂત વિસ્તારમાં પાર્ક કરેલ ગાડીના કાચ તોડી નુકસાન કર્યુ છે. સોમવારની રાત્રે આશરે બારેક વાગ્યાના સુમારે પંચાલ ફળીના ઘરો ઉપર પથ્થરો અને બાટલીઓના કાચ ફેંકાતાં લોકોને ઉજાગરો કરવાનો વારો આવ્યો હતો. આ અંગે સરડોઈ પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. સત્વરે અસામાજિક તત્વોને પકડવા લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...