આયોજન:ભિલોડાના વજાપુરમાં અરવલ્લી અને સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોનું વાર્ષિક અધિવેશન યોજાયું

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભિલોડાના વજાપુર ખાતે આદિવાસી શિક્ષક એસોસિએશન નું અધિવેશન મળ્યું હતું - Divya Bhaskar
ભિલોડાના વજાપુર ખાતે આદિવાસી શિક્ષક એસોસિએશન નું અધિવેશન મળ્યું હતું
  • નારી શક્તિ સૃષ્ટિનું સર્જન કરી શકતી હોય તો પોતે એક નવા સમાજનું સર્જન કરી શકે છે: અંગત સચિવ
  • શિક્ષકો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે ખાસ ચિંતા કરે: સંયુક્ત પોલીસ કમિશનર

ભિલોડાના વજાપુરમાં અરવલ્લી -સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસો.નું ત્રીજું વાર્ષિક અધિવેશન આદિવાસી સમાજવાડી વજાપુરમાં હજારોની સંખ્યામાં યોજાયું હતું. જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીના અંગત સચિવ પુષ્પાબેન નિનામાએ મહિલાઓ પર ભાર મૂકતાં નારી શક્તિ સૃષ્ટિનું સર્જન કરી શકતી હોય તો પોતે પણ એક નવા સમાજનું સર્જન કરી શકે છે તેવું જણાવ્યું હતું.

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના આદિવાસી શિક્ષક એસોસિયેશનના સમારંભના અધ્યક્ષ પદેથી બોલતા અમદાવાદ શહેર સેક્ટર-1 માં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ આર.વી.અસારી (IPS )એ સમાજના શિક્ષકોને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનું આહવાન કરતા જણાવ્યું કે શિક્ષકો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે ખાસ ચિંતા કરે એ સમયની માંગ હોવાનું જણાવ્યું હતું

આ પ્રસંગે અતિથિ વિશેષપદે ઉપસ્થિત મહિલા અને બાળ વિકાસ મંત્રીના અંગત સચિવ, પુષ્પાબેન નિનામાએ મહિલા સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. મહિલાઓને અબળામાંથી સબળા બનવા જણાવ્યું હતું. નારીશક્તિ સૃષ્ટિનું સર્જન કરી શકતી હોય તો પોતે પણ એક નવા સમાજનું સર્જન કરી શકે છે તેમ જણાવ્યું હતું. આ અધિવેશનમાં ડો.દુષ્યંત બલાત , ડો. સ્ટેન્લી ભણાત, બી.વી. મોડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં સર્વધર્મની પ્રાર્થના કરી દીપ પ્રાગટ્ય કરાયુ હતું.

ડો.સ્ટેન્લી ભણાતે જળ, જંગલ , જમીન , અનુસુચિત-5 તેમજ જયપાલસિંહ મુડાએ આદિવાસી સમુદાય માટે સંવિધાન સભામાં 'આદિવાસી ' શબ્દ માટે લડ્યા હતા તે અંગે લોકોને માહિતગાર કર્યા હતા. ભિલોડા તાલુકા પ્રમુખ કાન્તિભાઈ ભગોરા તેમજ સમગ્ર ટીમના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો તેમજ એસોસિયેશનના પ્રમુખ દિલીપકુમાર નિનામાએ આ અધિવેશનને સફળ બનાવનાર સર્વે 10 તાલુકાના એસો.ના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા . સંચાલન સચિનભાઈ બલેવિયાએ કર્યું હતું. આભારવિધિ ભિલોડા તાલુકાના મંત્રી કિશોરભાઈ નિનામાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...