તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં 35 બોટલ ક્ષમતાની ઓક્સિજન ટેન્ક ફાળવાઇ

મોડાસા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સિજન આપતી એજન્સીને રજૂઆત કરાઇ હતી

મોડાસાની કોવિડ સાર્વજનિક હોસ્પિટલમાં ઓક્સિજનની બોટલ વારંવાર ખાલી થતી હોવાથી તેને બદલવાની પ્રક્રિયા દરમિયાન સમય વેડફાતો હોવાથી દર્દી સામે જોખમ ઉભુ થતું હતું. સાર્વજનિક હોસ્પિટલમાં ઓક્સીજન ઉપર રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની પૂરતા પ્રમાણમાં પ્રેસરથી ઓક્સિજન મળી રહે તે માટે વિનાયક ગેસીસ એજન્સી દ્વારા 35 ઓક્સીજન બોટલની ક્ષમતા ધરાવતી ઓક્સિજનની ટેન્ક સાર્વજનિક હોસ્પિટલમાં ફાળવવામાં આવી હોવાનું હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં અત્યારે 33 જેટલા દર્દીઓ ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

હોસ્પિટલના ડોક્ટર.એન. એમ. શાહ અને મેડિકલ ઓફિસ નાયકના પ્રયાસોથી અને સુપ્રિટેન્ડેન્ટ રાકેશભાઇ પટેલ દ્વારા હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય કરતી વિનાયક એજન્સીને રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો