તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:બાયડના ચોઇલાના વૃદ્ધનું કોરોનાથી ગાંધીનગરમાં મોત

મોડાસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લીમાં શનિવારે ત્રણ કેસ નોંધાયા

બાયડ તાલુકામાં ત્રણના મોત બાદ હવે બાયડ નજીક આવેલા ચોઇલામાં કોરોનાથી વૃદ્ધનું મોત થતાં હલચલ મચી ગઈ છે. અરવલ્લીમાં શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા.

અગાઉ બાયડમાં મહિલા અને ડેમાઈમાં બે મળી કુલ ત્રણના મોત થયા હતા. ત્યારે હવે બાયડ નજીક ચોઇલા ગામમાં કોરોનાથી 60 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે પાટીદાર સમાજના આગેવાન ગણાતા એવા આ વ્યક્તિનો બે દિવસ પહેલા કોરોના થતાં બાયડની વાત્રક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલમાં લઇ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન રવિવારે અવસાન થતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. સત્વરે આરોગ્ય વિભાગ ચોઈલા ગામે ગામે તપાસ હાથ ધરે તેવી માગણી ઉઠવા પામી છે.

શનિવારે અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ કસ નોંધાયા હતા. જેમાં મોડાસાના ટીંટોઈ, મેઘરજમાં તેમજ બાયડના રસિયાના મુવાડામાં કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસ નોંધાયા છે જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1200 ને પાર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો