તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:વિહોતર ફાઉન્ડેશન દ્વારા ગૌરક્ષણ અને ગૌહત્યા રોકવા આવેદન અપાયું

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૌ હત્યા રોકવા અને ગૌરક્ષણ માટે મોડાસામાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું - Divya Bhaskar
ગૌ હત્યા રોકવા અને ગૌરક્ષણ માટે મોડાસામાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું
  • દરેક પોલીસ સ્ટેશન દીઠ 10 ગૌ રક્ષકની નિમણૂંક કરવા પણ માંગ

અરવલ્લી જિલ્લા કલેક્ટરને વિહોતર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશના હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં ગૌરક્ષણ અને ગૌહત્યા અટકાવવા રજૂઆત કરવામાં આવી હતી અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા પણ માંગ કરાઇ હતી. તદુપરાંત દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂતો આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું અને જુદી જુદી માગણી પ્રશ્ને રજૂઆત કરાઇ હતી. વિહોતર ફાઉન્ડેશન દ્વારા આપેલા આવેદનમાં જણાવ્યું કે ગૌ માતા કે જે સમગ્ર હિન્દુ સમાજમાં પૂજનીય છે.

ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરી સંરક્ષણ આપવામાં આવે.ગૌ હત્યા કરનારા અને ગૌ તસ્કરી કરનારા તમામ સામે સજાની જોગવાઇ છે તે વધારીને ગૌ હત્યાના ગુનામા ફાંસીની સજાની જોગવાઇ થાય. ગૌ હત્યા રોકવા દરેક પોલીસ સ્ટેશન દીઠ 10 ગૌ રક્ષકની નિમણૂંક સરકાર વતી કરવામાં આવે. જેમાં પરંપરાગત માલધારી કોમના 60% વ્યક્તિ નિમણુંક કરવામાં આવે. વિહોતર ફાઉન્ડેશન ટીમ જંતર-મંતર, દિલ્હી,માં ધરણાં પર બેઠેલા આહીર અર્જુનભાઇ આંબલિયાને સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...