તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મોડાસાની ખડોદા દૂધ મંડળીમાં દૂધની ઘટ અને ફેટ પૂરતા ન આવતો હોવાનો આક્ષેપ

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધ મંડળીના વહીવટકર્તાઓનો દૂધ ઉત્પાદકોએ સૂત્રોચાર કરી વિરોધ કર્યો

મોડાસાના ખડોદામાં દૂધ મંડળીમાં વજન કાંટામાં દૂધની ઘટ પડતી હોવાનો તેમજ ફેટ પણ પૂરતા પ્રમાણમાં આવતા ન હોવાનો આક્ષેપ કરીને ગ્રામજનોએ દૂધ મંડળી વહીવટ સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ખડોદામાં દૂધ મંડળીમાં દૂધ ઉત્પાદકો અને ગ્રામજનોએ વહીવટને લઇને વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ આક્ષેપ કરતાંજણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી વજન કાંટામાં દૂધની ઘટ પડતી હોવાથી દૂધ મંડળી સત્તાવાળાઓને દૂધ ઉત્પાદકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં ફેટ પણ પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાનો આક્ષેપ કરીને મંડળીના સત્તાવાળાઓને રજૂઆત કરી હતી.

ગ્રાહકોએ બળાપો ઠાલવતાં જણાવ્યું કે પશુઓને મોંઘો પશુ આહારદાણ અને પાપડી તેમજ મકાઈનો ભરડો ઉપયોગમાં લેવાતો હોવા છતાં પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ફેટ ન મળતો હોવાથી પશુપાલકોનો પૂરતા પ્રમાણમાં ખર્ચ પણ નીકળતો નથી.

અન્ય સમાચારો પણ છે...