રોજમદારોમાં આક્રોશ:ભિલોડાના મકાઈ સંશોધન કેન્દ્રમાં શ્રમિક મહિલાઓને અધિકારી અશ્લીલ વિડીયો બતાવતો હોવાનો આક્ષેપ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભિલોડા ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાએ ઉગ્ર રજૂઆત કરી હતી - Divya Bhaskar
ભિલોડા ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાએ ઉગ્ર રજૂઆત કરી હતી
  • કેન્દ્રમાં 10 વર્ષથી કામ કરતી શ્રમિક મહિલાઓને છૂટી કરતાં રોષ

ભિલોડાના મકાઈ સંશોધન કેન્દ્રમાં કામ કરતી ગરીબ અને શ્રમિક મહિલાઓને અધિકારી દ્વારા અશ્લીલ વિડીયો બતાવતા હોવાનો આક્ષેપ કરતાં ચકચાર મચી છે. છેલ્લા 10 વર્ષ ઉપરાંતના સમયથી સંશોધન કેન્દ્રમાં કામ કરતાં શ્રમિકોને અચાનક છૂટા કરતાં રોજમદારોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

ભિલોડા મકાઈ સહિત અન્ય બીજના સંશોધન કેન્દ્રમાં કામ કરતી શ્રમજીવી મહિલાઓ અને અન્ય શ્રમિકોને છૂટા કરતાં સંશોધન કેન્દ્રમાં ગુરુવારે શ્રમિકો અને ધારાસભ્ય તેમજ આગેવાનો કચેરીમાં અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. અધિકારી મોબાઇલમાં અશ્લીલ વિડીયો બતાવતા હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો. ઓફિસમાં કામ કરતાં શ્રમજીવીઓ પાસે દારૂ બનાવવાનું કામ કરાવતો હોવાનો આક્ષેપ કરાયો હતો.

સંશોધન કેન્દ્રમાં બીજ ઉત્પાદન બારોબાર વેચી મારતા હોવાનો કોંગ્રેસના ધારાસભ્યનો આક્ષેપ
કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાએ જણાવ્યું કે આ કેન્દ્રમાં બીજ ઉત્પાદન થાય છે તે અધિકારીઓ બારોબાર વેચી મારતા હોવાનો આક્ષેપ કરી તેમજ છૂટા કરાયેલા શ્રમિકોને પરત લેવામાં નહીં આવેતો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી કલેકટર દ્વારા તપાસ કરવા માગ કરી હતી.

અશ્લીલ વિડીયો બતાવવાનો આક્ષેપ પાયાવિહોણો
ભિલોડાના મદદનીશ સંશોધન કેન્દ્રના અધિકારી રમેશભાઈ પટેલે જણાવ્યું કે પાકો ના બીજ ઉત્પાદનની ફાળવણી કરાય છે અને ખેડૂતોને કોઈ ડાયરેક્ટ બિયારણ અપાતું નથી. મહિલાઓને અશ્લીલ વિડીયો બતાવવાની વાતને પાયાવિહોણા ગણાવી હતી અને મજૂરોને કામ કરવામાં તકલીફ પડતાં પાયા વિનાના આક્ષેપો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...