ચકચાર:રંગરેલિયા મનાવતાં ઝડપાયેલા મોડાસા પાલિકાના AIMIM નગરસેવક સસ્પેન્ડ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડાસામાં વોર્ડ-7માંથી ચૂંટાયેલા કોર્પોરેટરના પરસ્ત્રી સાથેના કરતૂતો બહાર આવતાં ચકચાર
  • મોડાસા AIMIM ના પ્રમુખની કોર્પોરેટર રફીક શેખને કોર્પોરેટર-વિરોધ પક્ષના નેતામાંથી દૂર કરવા રજૂઆત

મોડાસા શહેરના વોર્ડ- 7 માં એઆઈએમઆઈએમ પાર્ટીમાંથી પાલિકાના કોર્પોરેટર પદે ચૂંટાઈ આવેલા રફીક શેખ પરસ્ત્રી સાથે ઝડપાતાં તેની કાળી કરતૂતોનો ભાંડો ફૂટતાં તેમને તાત્કાલિક પાર્ટીમાંથી સસ્પેન્ડ કરતાં શહેરમાં ચકચાર મચી ગઇ છે. મોડાસા શહેર એઆઈએમઆઈએમના પ્રમુખ ગુલામ અહમદ ખેરાડાએ મોડાસા પાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસારને ઉપરોક્ત કોર્પોરેટરને પક્ષમાંથી દૂર કર્યા હોવાનો અને તેમને વિરોધ પક્ષના હોદ્દા ઉપરથી દૂર કરવા રજૂઆત કરી હતી.મોડાસામાં મોડી રાત્રે કોર્પોરેટર પરસ્ત્રી સાથે ના કરતૂતો બહાર આવતાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

કોર્પોરેટર રફીક શેખને વિરોધ પક્ષના નેતામાંથી હોદ્દા પરથી દૂર કરવા પાર્ટી પ્રમુખ સહિતના કાર્યકરોએ પ્રમુખ જલ્પાબેન ભાવસારને રજૂઆત કરી હતી
કોર્પોરેટર રફીક શેખને વિરોધ પક્ષના નેતામાંથી હોદ્દા પરથી દૂર કરવા પાર્ટી પ્રમુખ સહિતના કાર્યકરોએ પ્રમુખ જલ્પાબેન ભાવસારને રજૂઆત કરી હતી

એઆઈએમઆઈએમના પ્રમુખ તરીકે નિયુક્ત કરેલા ગુલામ અહેમદ ખેરાડા અને અન્ય કાર્યકરો મોડાસા નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને જણાવ્યું કે રફીક શેખે રાત્રે જે કર્યું તે શરમજનક બાબત છે. પાર્ટીના હાઈકમાન્ડના આદેશના પગલે તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.

કોર્પોરેટર રફીક શેખને હોદ્દા ઉપરથી દૂર કર્યા હોવાની ચીફ ઓફિસર અને કલેકટરને જાણ કરાઇ હતી.
કોર્પોરેટર રફીક શેખને હોદ્દા ઉપરથી દૂર કર્યા હોવાની ચીફ ઓફિસર અને કલેકટરને જાણ કરાઇ હતી.

આક્રોશ જોઇ પાર્ટીએ તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
મોડાસા પાલિકાનો પ્રજાનો સેવક રંગરેલિયા મનાવતા ઝડપાઈ ગયો હોવાની વાયુવેગે વાત પ્રસરી જતાં મોડાસાના મુસ્લિમ વિસ્તારમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ આક્રોશ એટલી હદે ફાટી નીકળ્યો હતો કે એઆઈએમઆઈએમના અન્ય કાર્યકરોને પણ મોઢું સંતાડવાની ફરજ પડી હતી. જોકે પાર્ટીના જાગૃત કાર્યકરોએ હાઈ કમાન્ડને જાણ કરીને તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો મેસેજ કરતાં તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયો હતો એટલું જ નહીં લોકોનો આક્રોશ જોઈને નગરસેવકે કોર્પોરેટરના હોદ્દા ઉપરથી પણ રાજીનામા માટે લખી આપ્યું હતું.

બરાબર મેથી પાક ચખાડ્યો
નગરસેવક રફીક શેખ છેલ્લા કેટલાય સમયથી મહિલાને મોહજાળમાં ફસાવી તેની સાથે રંગરેલિયા મનાવતા હોવાની આજુબાજુના જાગૃત યુવાનોને જાણ થઇ ગઇ હતી. નગરસેવક મોડી રાતે મહિલાના ઘરે આવતાં હોવાની માહિતીના આધારે યુવાનોએ નગરસેવકને મહિલાના ઘરમાં ઘૂસવા દઈ બહારથી દરવાજો લોક કરી દીધો હતો. નગરસેવક ઝડપાયાની બૂમાબૂમ થતાં આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને નગરસેવકને બહાર કાઢી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.નગરસેવકને રાત્રે ખેતરમાં લઈ જઈને ઢોરમાર માર્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. વિસ્તારના જાગૃત નાગરિકે જણાવ્યું કે કોર્પોરેટરને એટલો મારમરાયો છે કે તેને ઓળખવો પણ મુશ્કેલ બન્યું છે. દિવસ દરમિયાન કોર્પોરેટર કોઈને મોઢું બતાવવા લાયક ન રહેતાં ઘરમાં જ પૂરાઈ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...