ધરપકડ:મેઢાસણ પાસેથી 60 લિટર દેશી દારૂ સાથે એક્ટિવા ચાલક ઝબ્બે

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસા રૂરલ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મેઢાસણ ગામની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એક્ટિવા ચાલકને રૂ.1200નો 60 લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઆઇ એમ.બી.તોમરની સૂચનાથી પોલીસે મેઢાસણ-સરડોઈ રોડ ઉપરથી પસાર થતાં વાહનોનું મોડી સાંજે ચેકિંગ હાથ ધર્યું હતું.

દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતાં એક્ટીવા નંબર જીજે 31 એચ 8283ને અટકાવી તેની તલાસી લેતાં એકટીવામાં દેશી દારૂ ભરેલી 15 નંગ થેલી મળી આવી હતી. પોલીસે એક્ટિવા ચાલક દિપેન્દ્ર મહેન્દ્રભાઈ રાઠોડ રહે.જીવણપુર છારાનગરની અટકાયત કરીને એક્ટીવા સહિત કુલ રૂ.51 200નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...