પોલીસને ચકમો:યુવતીના અપહરણ કેસનો આરોપી બાથરૂમના બહાને શામળાજી પોલીસને ચકમો આપી ફરાર

મોડાસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફરાર આરોપી ભિલોડા તાલુકાના અઢેરાનો અને યુવતીનું અપહરણ કર્યુ હતું
  • શામળાજી પંથકમાં ત્રણ દિવસથી શંકાસ્પદ હાલતમાં જણાતાં યુવતી અને યુવાનને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરાતાં આરોપીએ યુવતીનું અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું

શામળાજી પોલીસે શંકાસ્પદ હાલતમાં શામળાજી વિસ્તારમાં ત્રણ દિવસથી ફરી રહેલા યુવક અને યુવતીને પોલીસ સ્ટેશનમાં લાવીને પૂછપરછ કરતાં યુવતી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની હોવાનું બહાર આવ્યું હતું. જોકે યુવાન ભિલોડા તાલુકાના અઢેરા નો હોવાનું અને તેણે ઉપરોક્ત યુવતીનું અપહરણ કરતાં તેની વિરુદ્ધ અંબાવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું બહાર આવતાં પોલીસે તેને શામળાજી પોલીસ સ્ટેશનમાં નજરકેદમાં રાખ્યો હતો.

દરમિયાન બાથરૂમ જવાના બહાને મોકાનો ફાયદો ઉઠાવીને અઢેરાનો અપહરણનો આરોપી ઓરલેન્સભાઈ ખરાડી શામળાજી પોલીસને ચકમો આપીને મોડી સાંજે ભાગી છૂટતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. શામળાજી પોલીસ વિષ્ણુ મંદિર વિસ્તારમાં ફરજ બજાવી રહી હતી. દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી એક યુવાન અને યુવતી શંકાસ્પદ હાલતમાં જણાતાં પોલીસે યુવતીની પૂછપરછ કરતાં તે પોતે હસુમતીબેન જયંતીભાઈ પરમાર રહે. અમરાઈવાડી પ્રગતિનગર સોસાયટી અમદાવાદની હોવાનું અને યુવક પોતે ઓરલેન્સભાઈ રસિકભાઈ ખરાડી રહે. અઢેરા તા. ભિલોડા હોવાનું જણાવતાં પોલીસે યુવતીના પિતાનો સંપર્ક કરતાં ઉપરોક્ત યુવાન વિરુદ્ધ અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું અને તે નાસતો ફરતો હોવાનું બહાર આવતા પોલીસ બંનેને શામળાજી પોલીસ સ્ટેશન લઈ જઇ નજરકેદમાં રાખ્યાં હતા.

આ અંગે શામળાજી પોલીસે અમરાઇવાડી પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરીને જાણ કરાઇ હતી. જ્યાં સાંજના 7:30 વાગે ઉપરોક્ત આરોપી બાથરૂમ જવાનું કહેતા પોલીસ કર્મી તેને બાથરૂમ સુધી લઈ ગયો હતો. ત્યાં મોકાનો ફાયદો ઉઠાવીને માત્ર પાંચ મિનિટના સમયમાં કસ્ટડીમાં રહેલો ઓરલેન્સ ખરાડી મોકાનો ફાયદો ઉઠાવીને ભાગી છૂટતાં પોલીસે તાત્કાલિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમ જ કમ્પાઉન્ડમાં અને શામળાજીમાં જુદી જુદી ટીમો બનાવીને તેની તપાસ હાથ ધરી હતી.

તદઉપરાંત પોલીસે જિલ્લા કંટ્રોલમાં પણ સંપર્ક કરીને જાણ કરી હતી. શામળાજી પોલીસ સ્ટેશનમાં નજરકેદમાં રખાયેલો આરોપી અપહરણના ગુનામાં ધરપકડ ટાળવા પોલીસ કસ્ટડીમાંથી ભાગી જતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

બાથરૂમ જવાનું બહાનું કરી ફરાર થઇ ગયો
સાંજે 7:30 વાગે આરોપી બાથરૂમ જવાનું કહેતા પોલીસ કર્મી તેને બાથરૂમ સુધી લઈ ગયો હતો. મોકાનો ફાયદો ઉઠાવીને માત્ર પાંચ મિનિટના સમયમાં કસ્ટડીમાં રહેલો ઓરલેન્સ ખરાડી મોકાનો ફાયદો ઉઠાવી ભાગી ગયો હતો.

યુવક સામે અમરાઇવાડી પોલીસમાં ગુનો નોંધાયો
યુવતી અમદાવાદની હોવાથી પોલીસે યુવતીના પિતાનો સંપર્ક કરતાં ઉપરોક્ત યુવાન વિરુદ્ધ અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું અને તે નાસતો ફરતો હોવાનું બહાર આવતા પોલીસ બંનેને શામળાજી પોલીસ સ્ટેશન લઈ જઇ નજરકેદમાં રાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...