જનેતા ઉપર ફિટકાર:મોડાસાના ભવાનીપુરાકંપા અને ખુમાપુર વચ્ચે ગરનાળા પાસે ત્યજાયેલ નવજાત શિશુ મળ્યું

મોડાસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હે મા..9 માસ સુધી વેદના સહન કરી ઉછેર્યો, ફેંકતાં પળનો વિચાર ન કર્યો

મોડાસાના ભવાનીપુરાકંપા અને ખુમાપુર વચ્ચે ગરનાળા પાસે નવજાત શિશુનો રડવાનો અવાજ આવતાં આજુબાજુમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને 108 ને જાણ કરતાં ઇએમટી મનોજભાઈ અને પાયલોટ હર્ષદસિંહ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. વહેલી સવારે ગરનાળા નીચે ફૂલ જેવા નવજાત શિશુને મૂકીને કોઈ અજાણી સ્ત્રી પલાયન થઈ જતાં ચોતરફથી લોકોએ જનેતા ઉપર ફિટકાર વરસાવ્યો હતો. 108 દ્વારા બાળકને સ્થળ ઉપર સારવાર અપાયા બાદ તેને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. વહેલી સવારે પુત્રને ત્યજી દેનાર માતાની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...