તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બે ગાડી ટકરાતાં વિજાપુરના પિલવાઇની યુવતીનું મોત થયું

મોડાસા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોડાસામાં રાજેન્દ્રનગર ચારરસ્તે અકસ્માત

મોડાસાની રાજેન્દ્રનગર ચોકડી પાસે વિજાપુરના પિલવાઇના સથવારા પરિવારની કારને સામેથી આવતી ક્રેટા કારે ટક્કર મારતાં અકસ્માતમાં યુવતીનું મોત થયું હતું.

પિલવાઇનો સથવારા પરિવાર શામળાજી દર્શનાથે કાર નં. જીજે 2 સીપી 4677 લઈને હિંમતનગર શામળાજી હાઇવે પરથી જતુ હતું ત્યારે રાજેન્દ્ર નગર ચોકડી પાસે સામેથી આવતી કાર નં. જીજે 04 ડીએ 1880 ના ચાલકે પિલવાઇની કારને ટક્કર મારતાં હિરલબેન પ્રવિણભાઈ સથવારા (25) શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું.

કારમાં સવાર દેવાંગભાઈ સથવારા તેમજ નયનાબેન સથવારા સ્મિત સુરેશભાઈ સથવારાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં હિંમતનગર સારવાર અર્થે ખસેડાયા હતા. ક્રેટાનો ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. આ અંગે પ્રવિણભાઈ પ્રભુદાસભાઈ સથવારાએ મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ કરતાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો