હુમલો:ભિલોડાના ઉબસલમાં નિંદ્રાધીન દંપતી ઉપર લાકડીઓથી હુમલો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે ગામના પાંચ શખ્સો આવી બંને પર તૂટી પડતાં ચકચાર
  • હુમલો કરતાં બાળકો જાગી જતાં હુમલાખોરો ભાગી ગયા

ભિલોડાના ઉબસલમાં રાત્રે નિંદ્રાધીન પતિ-પત્ની પર ગામના પાંચ શખ્સોએ લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરી મારમારી ઇજાઓ પહોંચાડતાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરુદ્ધ જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉબસલમાં રહેતા કૈલાસબેન અને તેમના પતિ જગદીશભાઈ કોટવાળ અને તેમના બે બાળકો રાત્રે જમી-પરવારીને સૂઈ ગયા હતા. તે દરમિયાન ગામના પાંચ શખ્સોએ અચાનક તેમના ઘરે આવી ચડી અને મહિલાને લાકડીઓ વડે માર મારતાં વચ્ચે પડેલા તેના પતિને પણ લાકડીઓ અને ગડદાપાટુનો માર મારતાં મહિલાને અને તેના પતિને હાથના અને મોઢાના ભાગે ઇજાઓ પહોંચતાં તેમને 108 દ્વારા સારવાર માટે ખસેડાયા હતા. અચાનક ઉપરોક્ત શખ્સોએ પથ્થરમારો કરતા પતિ, પત્ની અને નાના બાળકો જાગી જતાં બૂમાબૂમ કરી મૂકી હતી.

ઘટનાના પગલે મહિલાના સગા સંબંધી પણ દોડી આવ્યા હતા. આ અંગે મહિલાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમૃતભાઈ કાળાભાઈ કોટવાળ, જનકભાઈ રાધાભાઈ પરમાર, અંકિતભાઈ ગંગારામ તરાર, રણજીતભાઈ રતિલાલ કોટવાળ, સુરેશભાઇ રતિલાલ કોટવાળ તમામ રહે. ઉબસલ તા. ભિલોડા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...