આત્મહત્યા:પત્ની રિસાઇને જતા ભાઈ સાથે ઝઘડો થતાં મકાનને આગ ચાંપી યુવાનને ફાંસો ખાધો

મોડાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભિલોડા તાલુકાના લસુડીયા ગામની ઘટના

ભિલોડા તાલુકાના લસુડીયામાં પત્ની પિયરમાં રિસાઈને ચાલી જતા યુવાને ભાઈ સાથે ઝઘડો કર્યા બાદ ભાઈના ઘરમાં જ આગ ચાંપી હતી અને બાદમાં તેને મનમાં લાગી આવતા પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે મૃતકના ભાઈએ શામળાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી લસુડીયામાં રહેતા રાકેશભાઈ ધારીયાની પત્ની રિસાઈને પિયરમાં ચાલી જતાં રાકેશે તેના સગાભાઈ વિનોદભાઈ સાથે ઝઘડો કર્યો હતો બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયા દરમિયાન સાંજના સમયે મૃતક ભાઈએ તેના સગાભાઇના ઘરમાં રહેલા માલસામાનમાં આગ લગાડી સરસામાન સળગાવી મુક્યો હતો. બાદમાં મૃતક રાકેશભાઈને મનમાં લાગી આવતા તેને પોતાના જ ઘરમાં ગળામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ અંગે વિનોદભાઈ ધુળાભાઈ ધારીયાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક રાકેશ કુમાર ધુળાભાઈ ધારીયા રહે.લસુડીયા તાલુકો ભિલોડા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...