તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોડાસા પાલિકાની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ જલ્પાબેન ભાવસારે વર્ષ 2021 ની કુલ આવક 84,65,88,459 નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં જાવકના રૂ. 66,57,65,500 ની વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં સર્વાનુમતે બજેટ મંજૂર થયું હતું. જેમાં શહેરમાં આરોગ્ય રક્ષણ માટે 2,38,25,000નીજોગવાઈ કરાઇ હતી. તદઉપરાંત જંતુનાશક દવા માટે 18 લાખની જોગવાઈને પ્રાધાન્ય આપ્યું હતું.
બેઠમાં ઉપપ્રમુખ રાકેશભાઇ મહેતા અને મુખ્ય અધિકારી જિજ્ઞેશભાઇ બારોટની હાજરીમાં બજેટ રજૂ કરતાં આવક રૂ. ૮૪,૬૫,૮૮,૪૫૯ અને જેની જાવક રૂા. ૬૬,૫૭,૬૫,૫૦૦ એટલે કે, રૂા. ૧૮,૦૮,૨૨,૯૫૮ ની પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું હતું. આવકમાં કરવેરાની આવક રૂ. ૮,૧૯,૨૪,૯૫૯/ભાડુ તથા ફીની આવક રૂ. ૨,૨૪,૦૭,૦૦૦ ગ્રાન્ટની આવક રૂા-૬૬,૬૪,૩૧,૦૦૦ પરચૂરણ આવક રૂ. ૫,૨૮,રપ,૦૦૦ દેવા વિભાગની આવક રૂ. ૨,૩૦,૦૦,૫૦૦ કુલ રૂા-૮૪,૬૫,૮૮,૪૫૯ આવક થાય છે. જ્યારે જાવકમાં સામાન્ય વહીવટમાં રૂા-૨,૪૧,૬૭,૦૦૦પેન્શન અને ગ્રેજયુઇટી રૂ. ૧,૨૦,૦૦,૦૦૦ સલામતી વિકાસ લક્ષી રૂ.પ,૨૫,૮૫,૦૦૦ દિવાબત્તી રૂ ૬૭,૫૦,૦૦૦પાણી પુરવઠો રૂા- ૩,૬૧,૮૫,૦૦૦ દેખરેખ રૂ.-૩,૦૦,૦૦,૦૦૦ સહિતના વિકાસના કામોને આવરાયા હતા.
પાલિકાની નવી સમિતિઓ
1. કારોબારી અધ્યક્ષ ભગવતીબેન સમર્થ ભાઈ પટેલ
2.ટાઉન પ્લાનીંગ ચેરમેન રોહિત કુમાર ગોવિંદભાઈ પટેલ
3.વ્યવસાય વેરો અને કાયદા સમિતિ ચેરમેન મનિષાબેન હરેશભાઈ સગર
4. જાહેર બાંધકામ સમિતિ આશિષ મનુ ભાઈ ચૌધરી
5. આરોગ્ય અને સેનેટરી સમિતિ ચેરમેન અતુલભાઇ દયાશંકર ભાઈ જોશી.અનુસંધાન-પેજ-3-પર...
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.