ધરપકડ:મોડાસાના ખલીકપુરમાં મકાનમાંથી 59 ચાઇનિઝ ફીરકી સાથે શખ્સ ઝબ્બે

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહેણાંક મકાનમાં ચાઇનિઝ દોરીનો જથ્થો સંતાડેલો હતો
  • મોડાસા પોલીસે રેડ કરી 11800નો મુદ્દામાલ જથ્થો પકડ્યો

મોડાસાના ખલીકપુરમાં પોલીસે બાતમીના આધારે રહેણાંક વિસ્તારમાં અચાનક રેડ કરીને રૂ. 11800ની કિંમતની 59 ચાઇનિઝ ફીરકીનો જથ્થો ઝડપી પાડી મકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતાં મોડાસા શહેરમાં ગેરકાયદે ચાઇનિઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

મોડાસા શહેર અને આસપાસના વિસ્તારમાં પોલીસે ચાઈનિઝ દોરી અને તુક્કલનું વેચાણ અટકાવવા માટે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ખલીપુર ના રહેણાંક મકાનમાં ચાઈનિઝ દોરીનો ગેરકાયદે જથ્થો રાખીને વેપલો કરાતો હોવાની માહિતીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં આઠ વાગ્યાના સુમારે અચાનક રેડ કરીને રહેણાંક મકાનમાં પુંઠ્ઠા બોક્સમાં ગેરકાયદે રાખવામાં આવેલી ચાઈનિઝ દોરીની ફિરકી નંગ 59 મળી આવી હતી. પોલીસે રૂ.11800ની કિંમતનો મુદ્દામાલ કબજે લઇને વિશાલસિંહ રણજીતસિંહ ચૌહાણ રહે. ખલીકપુર તા. મોડાસા વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.ચાઇનિઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...