તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમ:અરવલ્લી જિલ્લાના યુવાનો માટે ભરતીઓ માટે વિનામૂલ્યે તાલીમ વર્ગ શરૂ કરાશે

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરીદળો, પેરામિલેટ્રીફોર્સ તથા પોલીસફોર્સ તાલીમમાં જોડાઇ શકશે

અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરીદળો, પેરામિલેટ્રીફોર્સ તથા પોલીસફોર્સ વગેરે માં જોડાવવા ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક તેમજ માનસિક ક્ષમતા ની ધનિષ્ઠ 30-દિવસ ની નિવાસી તાલીમ વિનામૂલ્યે આપવા માટેના વર્ગ શરુ કરાશે.

તાલીમમાં ધો-૧૦માં ઓછામાં ઓછા ૪૫% ગુણ સાથે પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો ને તાલીમ અપાશે. તાલીમમાં ૨૧ વર્ષ સુધીના ઉમેદવારો તથા નિવાસી તાલીમ નો સમયગાળો દિન-30 નો રહેશે. તાલીમ માં સામાન્ય રીતે શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ,વજન,તથા છાતી તથા શારીરિક કસોટીઓ જેવીકે દોડ,લાંબો કુદકો, પુલઅપસ,વગેરેની શારીરિક ક્ષમતા ની તાલીમ તથા અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન તથા સામાન્ય જ્ઞાનની ભરતીને અનુરૂપ શારીરમેન્ટલી તાલીમ આપવામાં આવશે.આ નિવાસી તાલીમ માં ઉમેદવારે 30-દિવસ દરમિયાન તાલીમ સ્થળે રોકાઈ ને ફરજીયાત તાલીમ મેળવવાની રહેશે. તાલીમના સ્થળે રહેવા -જમવા ની સગવડ વિનામુલ્યે પૂરી પાડવામાં આવશે. તાલીમ લેનાર ઉમેદવારને નિયમાનુસાર સ્ટાઇપેંડ ચૂકવાશે. નિવાસી તાલીમવર્ગ ની યોજના મુજબ ગ્રાઉન્ડ,રહેવા-જમવાની વ્યવસ્થા અને તાલીમ આપવા માટે ના વર્ગ ની સગવડ ધરાવતી સંસ્થાઓએ અંગેની દરખાસ્ત જિલ્લા રોજગાર કચેરી,મોડાસાને દિન-૩માં મોકલી આપવાની રહશે. તાલીમ લેવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ દિન-3માં રોજગાર અધિકારી,જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જિલ્લા સેવા સદનમાં રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...