તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:લીંભોઈ નજીક UGVCLના ગોડાઉનમાં આગ લાગતાં મીટરના બોક્ષના જથ્થા ઉપર ફરી વળી

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 કિમી દૂર ધુમાડાના ગોટા દેખાતાં હાઇવે પર વાહનો થંભી ગયા

મોડાસા લીંબોઈ પાસે UGVCL ના ગોડાઉનમાં શુક્રવાર સાંજે આગ લાગતાં વીજ કંપનીના મીટરના બોક્સના જથ્થા ઉપર આગ ફરી વળી હતી આગ એટલી ભયાનક હતી કે 7 કિમી દૂર ધુમાડાના ગોટેગોટા નીકળતાં આજુબાજુથી મોટી સંખ્યામાં ગામડાના ખેડૂતો અને લોકો દોડી આવ્યા હતા. ખેડૂતોએ વીજ કંપની નો સામાન બચાવવા કવાયત હાથ ધરતાં લાખોનો સામાન સલામત સ્થળે ખસેડી ભીષણ આગથી બચાવી લીધો હતો.

મોડાસાથી ફાયર ફાઈટર દોડી આવતા 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે દિશામાં વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ મોડી સાંજે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...