તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદો:મોડાસામાં બાયપાસ પર સહયોગ જંક્શન પર સર્કલ બનશે

મોડાસા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
સર્કલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
સર્કલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
 • અકસ્માતો નિવારવા મોડાસા શહેરીજનોએ તંત્રમાં રજૂઆત કરી હતી

મોડાસા બાયપાસ પર સહયોગ જંક્શન પર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રૂ. 35 લાખના ખર્ચે લોકભાગીદારીથી સર્કલ બનાવવાનો નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે ગુરુવારે બીએપીએસ સંસ્થાના મહંતો, કલેક્ટર તેમજ ભાજપના પદાધિકારીઓની હાજરીમાં ભૂમિપૂજન કરાયું હતું. રોડ એન્ડ બિલ્ડિંગ સ્ટેટ વિભાગના ડેપ્યુટી ઈજનેર દેવાંગ પટેલે જણાવ્યું કે રૂ. 35 લાખના અંદાજિત ખર્ચથી સહયોગ જંકશન પર અત્યાધુનિક સર્કલનું ત્રણ મહિનામાં નિર્માણ કરાશે.

મોડાસા મેઘરજ-માલપુર અને ધનસુરા બાયપાસ નેશનલ હાઈવેને જોડતો હોવાથી સહયોગ જંકશન પર જે મોડાસા શહેરમાં પ્રવેશતા તેમજ માલપુર અને મેઘરજ બાયપાસ પર જતા તેમજ ધનસુરા બાયપાસ રોડ પરથી પસાર થતાં અસંખ્ય વાહનચાલકો અને રાહદારીઓએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે.સહયોગ ચોકડી પર તાજેતરમાં જ પિતાને ત્યાં મળવા આવેલી બાલાસિનોરની ગર્ભવતીનું અકસ્માતમાં મોત થતાં શહેરીજનોએ સર્કલ બનાવવાની માગણી સાથે કલાકો સુધીરસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોડાસા સહયોગ ચોકડી પર સર્કલ બનાવવાની માગણી સાથે અગાઉ મોડાસા સોસાયટી વિકાસ મંડળના પ્રમુખ નિલેશભાઈ જોશી, વકીલ હીરાભાઈ પટેલ તત્કાલીન નાયબ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી.

​​​​​​​ત્યારબાદ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કમલેશ પટેલ અને શહેરના અગ્રણીઓએ સરકારમાં ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હતી પરિણામે મોડાસાની બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આગળ આવતા સહયોગ જંકશન ઉપર ઉપરોક્ત સંસ્થા દ્વારા રૂ. 35 લાખના ખર્ચે લોકભાગીદારીથી અત્યાધુનિક સર્કલ બનાવવાનો નિર્ણય લેવાતા ગુરુવારે કલેક્ટર અને સ્વામિનારાયણના મહંત નિર્મલ ચરણદાસ સ્વામી અને મહંત આનંદ યોગી સ્વામીની હાજરીમાં સહયોગ બાયપાસ પર સર્કલ બનાવવાના શુભ મુહૂર્ત જોઈને ભૂમિપૂજન કરી ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ભોઈ, પાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર, ડો. સોમપુરા અને ડો. જીતેન્દ્ર પટેલ સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો