તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ તબીબ:મોડાસાના રાજલીમાંથી ડિગ્રી વિનાનો બોગસ તબીબ પકડાયો

મોડાસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોગસ તબીબ પોતાના ઘરમાં દવાખાનું ચલાવતો

મોડાસા રૂરલ પોલીસે રાજલીમાંથી બોગસ તબીબને રૂ. 6700 મેડિકલ સાધનો અને દવાઓ તેમજ રોકડ 220 સહિત દવાઓના જથ્થા સાથે કુલ રૂ. 6920 સાથેઝડપી પાડ્યો હતો.બાતમી આધારે મોડાસા રૂરલ પોલીસે રાજલીમાં રેડ કરતાં પોતાના ઘરમાંજ દવાખાનુ ચલાવતાં બોગસ તબીબ અરવિંદસિંહ દલપતસિંહ પરમાર (25) ૨૫ રહે.રાજલીને દવાઓ,ગોળીઓ તથા મેડિકલ સાધનો મળી તથા રોકડ સહિત કુલ રૂ. 6920 નો મુદ્દામાલ કબ્જે લઈ બોગસ તબીબ અરવિંદસિંહ દલપતસિંહ પરમાર રહે.રાજલીને ઝડપી મોડાસા રૂરલ પોલસ સ્ટેશનના પો.સ.ઈ તોમરે ઈ.પી.કો.કલમ 419 તથા ધી.ગુજરાત રજીસ્ટ્રાર મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ 1963 ની કલમ 30 મુજબ બોગસ તબીબ સામે ગુનો નોંધી જેલહવાલે કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...