બોગસ તબીબ:મોડાસાના કુડોલ ગામે ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝબ્બે

મોડાસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‌~10હજારની દવાઓનો જથ્થો પણ પકડાયો

મોડાસા રૂરલ પોલીસે તાલુકાના કુડોલમાં ડિગ્રી વિના દર્દીઓને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપતાં તબીબને રૂ.10416 ની દવાઓના જથ્થા સાથે પકડી લીધો હતો.મોડાસા રૂરલ પોલીસ કુડોલ ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુરસિંહ રતનસિંહને બાતમી મળી હતી કે કુડોલમાં ડિગ્રી વિના પોતાના મકાનમાં અલગ એક રૂમમાં દવાખાનું ખોલી દર્દીઓને એલોપેથિક દવાઓ તેમજ ગેરકાયદે ઇન્જેક્શન આપતો હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કરતાં યોગેશભાઈ નરસિંહભાઇ પટેલના ઘરમાંથી પોલીસને એલોપેથિક દવાઓનો રૂ. 10416 નો જથ્થો મળ્યો હતો. પોલીસે કોઈપણ જાતના મેડિકલ સર્ટી કે ડિગ્રી વિના દર્દીઓનું સ્વાસ્થ્ય જોખમાય તે રીતે એલોપેથિક દવાઓ અને ઈન્જેકશનનો ઉપયોગ કરતાં યોગેશભાઈ નરસિંહભાઇ પટેલ રહે. કુડોલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...