તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મોડાસામાં 93 વર્ષીય મહિલા અને આધેડ કોરોનાગ્રસ્ત થયા

મોડાસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લીમાં કોરોનાના બે કેસ નોંધાયા

અરવલ્લી જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ 2 કેસ નોંધાતા કુલ પોઝિટિવનો આંક 634 એ પહોંચી ગયો છે. મોડાસા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહિલા અને પુરુષને કોરોના થતાં અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 634 પહોંચી છે. જિલ્લાની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા 3 પુરુષ અને બે મહિલાઓ સાજા થતાં હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લામાં શનિવારે કોરોનાના 2 કેસ નોંધાયા હતા. જેમાં મોડાસાની પાંડુરંગ સોસાયટીમાં રહેતી 93 વર્ષીય મહિલા અને શહેરની શુભ જીલ સોસાયટીમાં રહેતા 54 વર્ષીય પુરુષ બે દિવસ અગાઉ બીમારીમાં સપડાતા તેમના મેડિકલ ટેસ્ટ કરાવતા ઉપરોક્ત બંને દર્દીઓને કોરોના પોઝિટિવ આવતાં તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. બાયડની વાત્રક જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધનસુરા તાલુકાના 2 પુરુષ અને 1 મહિલા, બાયડ તાલુકાનો પુરુષ અને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મોડાસાના ગ્રામ્ય વિસ્તારની 1 મહિલા સહિત પાંચ દર્દીઓ એ કોરોનાને મ્હાત આપતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો