તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવતી ગુમ:મોડાસાના શામપુરમાંથી 23 વર્ષીય યુવતી ગુમ થઇ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઠવાડિયા અગાઉ રાત્રે યુવતી ગુમ થઇ હતી

મોડાસા તાલુકાના શામપુરમાં એક સપ્તાહ અગાઉ રાત્રે 23 વર્ષીય યુવતી અચાનક ગુમ થતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી. ગુમ થયેલી યુવતીના પરિવારજનોએ ગામમાં તેમજ સગા સંબંધીઓને ત્યાં તેની શોધખોળ હાથ ધરવા છતાં કોઈ પત્તો ન લાગતાં તેના પરિવારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુમ થયાની જાણ કરી હતી.

શામપુરમાં રહેતો ચૌહાણ પરિવાર તા. 30 જૂને રાતે જમી-પરવારી સૂઈ ગયો હતો. દરમિયાન બીજા દિવસે વહેલી સવારે સેજલબેન ચૌહાણ ન દેખાતાં તેના પરિજનોએ પડોશમાં તેમજ આજુબાજુમાં તપાસ હાથ ધરી હતી. યુવતી અચાનક ગુમ થતાં પરિવાર માથે આભ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પરિવારે યુવતીની શોધખોળ માટે મોડાસા તેમજ આજુબાજુના ગામડાઓ અને સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તેનો કોઇ જ પત્તો ન લાગતાં રોહિતસિંહે સેજલબેન ચૌહાણ ક્યાંક ચાલ્યા ગયા હોવાની મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે યુવતી ગુમ થયાનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...