નેશનલ એચિવમેન્ટ સર્વે:અરવલ્લીમાં નેશનલ એચિવમેન્ટ સર્વેમાં 9106 છાત્રોએ ભાગ લીધો

મોડાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.3,5,8 અને 10ના છાત્રો જોડાયાં

અરવલ્લી જિલ્લાની 193 શાળાઓમાં 12 નવેમ્બરે નેશનલ એચિવમેન્ટ સર્વે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં સર્વેમાં કુલ9106 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. ધો.3 અને 5 માં ગુજરાતી, ગણિત અને પર્યાવરણ, ધો. 8 માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન, અને ધો.10 માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયનો સર્વે કરાયો હતો.

સર્વેનો મુખ્ય ઉદ્દેશ અધ્યયન નિષ્પત્તિમાં વિદ્યાર્થીઓની કક્ષા અને સિદ્ધિ ચકાસવાનો છે. ધો. 3 ના 852, ધો. 5 ના 1075, ધો. 8 ના 2550, ધો. 10 ના 4629 મળી કુલ 9106 વિદ્યાર્થીઓએ હાજર રહી સર્વેમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...