તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મોડાસાની પંચજ્યોત સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી રોકડ-દાગીના સહિત 9 લાખની ચોરી

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચોરોએ તિજોરીનો સામાન રફેદફે કરી દીધો હતો. - Divya Bhaskar
ચોરોએ તિજોરીનો સામાન રફેદફે કરી દીધો હતો.
 • દંપતી કામકાજ અંગે બહારગામ ગયું અને ચોરો મકાનમાં હાથ સાફ કરી ગયા

મોડાસાની પંચજ્યોત સોસાયટીમાં દંપતી મકાનને બંધ કરી બહારગામ ગયું હતું. ત્યારે બંધ મકાનના દરવાજાનું તાળું તોડી રાત્રે તિજોરીનું તાળુ તોડી સોના ચાંદીના દાગીના, રોકડ સહિત રૂ. 9 લાખના મુદ્દામાલની ચોરી કરી ચોરો ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. આ અંગે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મૂળ ધનસુરાના મૂળ ભેસાવાડાના અને મોડાસાની પંચજયોતસોસાયટીમાં રહેતા પરેશકુમાર રમણભાઈ પટેલ વેપારી કામ અર્થે પાનવડ ગયા હતા અને તેમના પત્ની પણ સામાજિક કામ અર્થે મકાન બંધ કરી ભરૂચ ગયા હતા. દરમિયાન ચોરો રાત્રે બંધ મકાનના દરવાજાનું તાળુ તોડી ઘરના કબાટ તેમજ અન્ય સામાન રફેદફે કરી તિજોરી નું લોક તોડી મૂકવામાં આવેલો સોનાનો સેટ, સોનાનું ડોકિયું, સોનાના દોરા 2, બુટ્ટી નંગ 3 જોડ, ચાંદીની આસડી નંગ 3, ચાંદીના ચોસા 6 નંગ, 3 કિલો ચાંદીના કડલાની 2 જોડ, ચાંદીના હાથના કડા નંગ 4, સોના ચાંદીના દાગીના કુલ રૂપિયા 6.70 લાખ અને તિજોરીમાં મૂકેલ રોકડ 2.30 લાખ સહિત કુલ રૂ. 9 લાખની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા. દંપતીને પડોશીઓએ જાણ કરતાં તેઓ મોડાસા દોડી આવી તપાસ કરતાં ચોરી થયાનું જણાતાં પરેશકુમાર પટેલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 9 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો