તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:અરવલ્લીમાં કોરોનાના 9 કેસ, ધનસુરા એએસઆઇનું કોરોનાથી મોત નિપજ્યું

મોડાસા, ધનસુરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

અરવલ્લીમાં કોરોનાના નવ કેસ નોંધાયા હતા. જયારે ધનસુરાના એએસઆઇનું કોરોનાથી મોત થયું હતું. મોડાસા શહેરની શિવ વિલા સોસાયટી, તાલુકાના ઇટાડીની પટેલ ફળી અને રામેશ્વર કંપની પટેલ ફળી તેમજ ધનસુરાના જૂની શિણોલના ચમારવાસ અને શીમલીની પરમાર ફળી અને ભિલોડાના રાણી ઓડ ગામની નીનામા ફળી તેમજ માલપુર ની ઓમ નગર સોસાયટી અને તાલુકાના લાલાવાળાની બારીયા ફળી અને નવા તખતપુરા પટેલ ફળિયામાં રહેતા ઉપરોક્ત 9 દર્દીઓમાં કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ધનસુરા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા નારણસિંહ શિવસિંહ નું કોરોનાથી અવસાન થતાં પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે. ધનસુરા પીએસઆઈ સહિત સમગ્ર સ્ટાફે તેમને શ્રદ્ધાંજલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...