તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:મોડાસામાં સાડીની દુકાનમાંથી શિક્ષિકાના 80 હજાર ભરેલ પાકીટની તફડંચીથી ચકચાર

મોડાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોડાસાની બેંક ઓફ બરોડામાંથી દંપતીએ ખરીદી માટે રૂ.50 હજાર ઉપાડ્યા હતા
 • ભિલોડાના લસુડીયાની હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકા અને તેમના પતિ મામાના દીકરાના લગ્ન હોવાથી ખરીદી માટે મોડાસામાં આવ્યા હતા

ભિલોડાની લસુડીયા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકા અને તેમના પતિ તેમના મામાના દીકરાના લગ્ન હોવાથી ખરીદી માટે મોડાસા આવ્યા હતા. દરમિયાન સાડીની દુકાનમાંથી ખરીદી કરતા સમયે ગઠિયો શિક્ષિકાની નજર ચૂકવીને રોકડ રૂ. 80 હજાર ભરેલું પાકીટ ધોળેદિવસે તફડાવી જતાં ચકચાર મચી ગઇ હતી. શિક્ષિકાના પાકીટમાં મોબાઈલ સહિતના કિંમતી દસ્તાવેજો ચોરાઈ જતાં તેમણે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

ભિલોડાના મોટા કંથારીયામાં રહેતા અને લસુડીયા હાઇસ્કૂલના શિક્ષિકા મણીબેન અહારી અને તેમના પતિ રાજેન્દ્ર ભાઈ મામાના દીકરાના લગ્ન હોવાથી મોડાસા ખરીદી માટે આવ્યા હતા. મોડાસા ઉમિયા ટાઉનશીપમાં પોતાના મકાનમાં જમી પરવારીને દંપતી મોડાસાની બેંક ઓફ બરોડામાંથી 50 હજાર ઉપાડીને કાપડની ખરીદી કરવા મોડાસામાં ભાગ્યલક્ષ્મી સાડીની દુકાનમાં ખરીદી માટે પહોંચ્યા હતા

દરમિયાન શિક્ષિકાએ પોતાના પાસે રહેલું પાકિટ બાજુ પર મૂકીને પતિ પત્ની બંને કપડાની પસંદગી કરવા લાગ્યા હતા અને ખરીદી કર્યા બાદ વેપારીને ચૂકવણું કરવાના સમયે બાજુમાં મૂકેલું પાકીટ ન દેખાતા હાંફળા-ફાંફળા બનીને પાકીટ ની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બેંકમાંથી ઉપાડેલા રૂપિયા પચાસ હજાર તેમજ શિક્ષિકાના પર્સમાં રહેલા રૂ.30 હજાર સહિત મોબાઇલ સહિતના દસ્તાવેજો સહિત કુલ રૂ. 84000 ની અજાણ્યો ગઠિયો નજર ચૂકવીને પાકિટ ઉઠાવી જતાં મણીબેને મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો