તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:મહામારીના કારણે શામળાજી મંદિરની આવકમાં 80% ઘટાડો

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટનું ભોજનાલય, ધર્મશાળા અને પ્રસાદ બંધ હોવાથી ધરખમ ઘટાડો

શામળાજી વિષ્ણુ મંદિર મહામારીના કારણે ઘણા લાંબા સમય સુધી સતત બંધ રહેતા અને પ્રસાદ તેમજ ભોજનાલય અને ધર્મશાળા બંધ હોવાના કારણે મંદિરની આવકમાં 80 ટકા જેટલો ધરખમ ઘટાડો થયો છે. પરિણામે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો કારભાર સંભાળવા માટે કોરોનામાં 4 વખત એફડી તોડવા ટ્રસ્ટને ફરજ પડી હતી. મંદિરની ગૌશાળામાં 125 જેટલી ગાયોનું પાલન પોષણ પણ કરવું પડે છે. મંદિરમાં વહીવટ કરતા સ્ટાફ તેમજ પૂજારી સેવક અને રસોઈયા સહિતના 40 થી 45 માણસોનો ખર્ચ પણ ટ્રસ્ટે કાઢવો પડે છે.

મંદિરની નિભાવણી પાછળ માસિક 4 થી 4.5 લાખ ખર્ચ થાય છે. તેની સામે મહામારીના કારણે અને મંદિર બંધ રહેતા દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા ચડાવો અને દાન-દક્ષિણામાં તેમજ લાડુના પ્રસાદની આવકમાં અને ધર્મશાળા તેમ જ ભોજનાલયની આવકમાં 80 ટકા કાપ હોવાના કારણે ટ્રસ્ટ દ્વારા મહામારી દરમિયાન મંદિરના નિભાવ ખર્ચ માટે 3 થી 4 વાર ફિક્સ ડિપોઝિટ તોડાઇ હતી.

છેલ્લા એક સપ્તાહથી દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. લાડુનો પ્રસાદ બંધ હોવાના કારણે તેમ જ ભોજનાલય રાજભોગ અને ધર્મશાળા બંધ હોવાના કારણે શનિ-રવિવાર અને પૂનમે જે આવક થતી હતી તે બંધ થઈ ગઈ છે. ટ્રસ્ટ દ્વારા જણાવાયું કે ગાઈડલાઈન અનુસાર ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં લાડુનો પ્રસાદ ભોજનાલય અને ધર્મશાળા શરૂ કરવા નિર્ણય કરશે.

અન્ય સમાચારો પણ છે...