તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ધૂમ સ્ટાઇલે મોડાસામાં બાઇક અને ફોર વ્હીલરથી સ્ટંટ કરતાં બાઈકર્સ ગેંગના 8 સ્ટંટબાજો ઝડપાયાં

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં સ્ટંટ કરતા 8 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. - Divya Bhaskar
મોડાસામાં સ્ટંટ કરતા 8 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
  • બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં બાઇકર્સ ગેંગનો વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી

મોડાસામાં કોલીખડ-રાણાસૈયદ હાઇવે પર રાત્રે પૂરઝડપે બાઇકો તથા તથા ફોરવ્હીલથી હરીફાઇ યોજી લોકોમાં ભય ફેલાવનાર બાઇકર્સ ગેંગના 8 શખ્સોને ફોરવ્હીલ નંગ-1 તથા બાઇકો -6 મળી કુલ રૂ.3.65 લાખના મુદ્દામાલ સાથે મોડાસા નેત્રમ શાખાની મદદથી ઝડપી ટાઉન પોલીસે ઝડપી લીધા હતા.

મોડાસામાં તથા જિલ્લામાં ધૂમ સ્ટાઇલથી બાઇકો તથા ફોરવ્હીલ ચલાવી લોકોમાં ભય પેદા કરનાર બાઇકર્સ ગેંગના શખ્સો પર ચાંપતી નઝર રાખવા એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસિયાએ આપેલ સૂચના અન્વયે 2 જુલાઇના રોજ રાત્રે મોડાસા રાણાસૈયદ કોલીખડ હાઇવે પર કેટલાક શખ્સો ફોર વ્હીલ તથા બાઇકોની એકબીજા વચ્ચે હરીફાઇ યોજી પૂરઝડપે હંકારી લોકોમાં ભય પેદા કરતો વીડિયો વાયરલ થતાં પોલીસને સૂચના આપતાં પીઆઇ એન.જી.ગોહિલ મોડાસા અને સ્ટાફે નેત્રમ શાખાના ઇ.પો.સબ.ઇન્સ જે.એચ.ચૌધરી મોડાસા તથા સ્ટાફની મદદથી રાણાસૈયદ ચોકડીએ લગાવેલ સીસીટીવીની મદદથી રાણાસૈયદમાં રહેતા 8 શખ્સોને બાઇક નંગ 6 કુલ કિં. 2.15 લાખ, ટોયટો કંપનીની કાર કિં. 1.50 લાખ મળી કુલ 3.65 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બાઇકર્સ ગેંગના આ આઠ શખ્સો પકડાયાં
રોશનઅલી અયુબભાઇ લાલુભાઇ મુલતાની, ફઝલઅલી મહંમદભાઇ મુલતાની, ગુલામહુસેન પીરમહંમદ મુલતાની, મોહસીન સાકીરભાઇ મુલતાની, અકીલભાઇ હસનભાઇ મુલતાની, મહંમદ રસીદ ફકીરમહંમદ મુલતાની, અઝરૂદીન અલીમહંમદ મુલતાની, મોહસીન પીરમહંમદ મુલતાની તમામ રહે-રાણા સૈયદ મોડાસા

અન્ય સમાચારો પણ છે...