તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગ્રહણ:મોડાસામાં સ્કૂલના 8 , સિંચાઇ વિભાગના 2 કર્મીને કોરોના, સા.કાં.માં 2 મોત

મોડાસા, હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોના ટેસ્ટ કરાવવા હિંમતનગર સિવિલમાં લાઇન લાગી - Divya Bhaskar
કોરોના ટેસ્ટ કરાવવા હિંમતનગર સિવિલમાં લાઇન લાગી
 • કોરોના વકર્યો : મોડાસાની કે.એન.શાહ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ, હેડ કલાર્ક, 2 ક્લાર્ક , 4 પટાવાળા, સિંચાઇના 2 કર્મી અને કોન્ટ્રાક્ટર સંક્રમિત
 • સોમવારે સા.કાં.માં 15, મંગળવારે 16, અરવલ્લીમાં મંગળવારે 19 કેસ નોંધાતાં બંને જિલ્લામાં કુલ આંક 50, સા.કાં.માં 38 ડિસ્ચાર્જ થતાં 94 એક્ટિવ કેસ

ભાસ્કર ન્યૂઝ |મોડાસા, હિંમતનગર મોડાસાની કે.એન.શાહ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ, હેડકલાર્ક, 2 ક્લાર્ક તેમજ હાઈસ્કૂલના 4 પટાવાળાના રેપિડ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમજ મોડાસામાં સિંચાઇ વિભાગમાં 2 કર્મી અને કોન્ટ્રાક્ટર સંક્રમિત થયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલે જણાવ્યું કે કોરોનાના પગ પેસારો થતા સાવચેતીના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ હાઈસ્કૂલમાં ગોઠવી દેવાયો છે અને સ્ટાફના અને શિક્ષક વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ લેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.સાબરકાંઠામાં છેલ્લા 48 કલાક દરમિયાન વધુ 31 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરાયા છે.

જ્યારે બે દિવસમાં વધુ બે કોમોરબીડ દર્દીઓનુ સારવાર દરમિયાન મોત થયું હતુ અને 38 દર્દી કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. એક્ટિવ કેસની સંખ્યા 94 દર્શાવાઇ રહી છે. કે.એન.શાહ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ, હેડ કલાર્ક, 2 ક્લાર્ક અને4 પટાવાળા બે દિવસ અગાઉ બીમારીમાં સપડાતાં શંકાસ્પદ લક્ષણો જણાતા મંગળવારે રેપીડ ટેસ્ટ કરતાં તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલમાં સ્ટાફના અને વિદ્યાર્થીઓનારેપિડ ટેસ્ટ કરવા દિવસ દરમિયાન કાર્યવાહી હાથ ધરાઇ હતી. જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલે જણાવ્યું કે 2 દિવસ જાહેર રજા હોવા઼ના કારણે વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ મંગળવારથી હાથ ધરાયું છે.

તદુપરાંત સ્કૂલમાં પ્રવેશતા દરેક વિદ્યાર્થીને થર્મલગનથી ચેક કરવા જરૂરી સૂચન આપ્યા છે.સાબરકાંઠામાં બે દિવસ દરમિયાન 765 આરટીપીસીઆર અને 708 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 1473 પરીક્ષણ કરાયા છે. આમાંથી કેટલાકે એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હોય તેવુ પણ બની શકે છે. તેમ છતાં બે દિવસમાં 31 વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જે 2.14 ટકાનુ પ્રમાણ દર્શાવે છે. જો ટેસ્ટીંગનુ પ્રમાણ અગાઉની જેમ પ્રમાણ પ્રતિદિન 1200 થી 1400 સુધી લઇ જવાય તો રોજના કેટલા પોઝિટિવ કેસ આવે તેની કલ્પના સરળતાથી થઇ શકે છે.

હિંમતનગરમાં બે દિવસમાં 20 કેસ નોંધાતા હિંમતનગર શહેરમાં 35 અને ગ્રામ્ય વિસ્તારોમાં 22 મળી કુલ 57 એક્ટિવ કેસ છે. બે દિવસમાં બે કોમોરબીડ દર્દીઓના સારવારમાં મોત થયા છે. વધુ 38 દર્દીઓ કોરોના ઼મુક્ત બનતાં જિલ્લામાં કુલ 94 એક્ટિવ કેસ છે. અરવલ્લી જિલ્લામાં મંગળવારે 8 કેસ નોંધાયા હતા અને મોડાસામાં પાલિકાની બાજુમાં આવેલ સિંચાઇ વિભાગ કચેરીના હેડક્લાર્ક, ક્લાર્ક તેમજ કોન્ટ્રાક્ટર સંક્રમિત થયા હતા.

મોડાસાશહેરના જુદા જુદા વિસ્તારમાં 3,તાલુકાના ભવાનીપુરા કંપા, નાનીચીચણો, શામપુર, બાયડના ગાબટ, ધનસુરાના શેરડીકંપામાં 1-1 કેસ નોંધાતાં જિલ્લામાં કુલ 8 કેસ નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા1050 ને પાર થઈ ગઈ છે.

હિંમતનગર સહિત જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે. હોટ સ્પોટ હિંમતનગરમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હોઇ હોળી ધૂળેટીના તહેવારો બાદ શરદી ઉધરસ અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓમાં ઉછાળો આવતાં હિંમતનગર નવી સિવિલમાં કોરોના ટેસ્ટીંગ માટે મંગળવારે આવતાં સિવિલમાં લાંબી લાઇનો જોવા મળી હતી. -મકસુદ મનસુરી

સ્કૂલ સંકુલમાં વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષા ચાલુ છે
મોડાસાની કે.એન.શાહ સ્કૂલ સંકુલમાં જ વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલની પરીક્ષા શરૂ થઇ છે. જેમાં સ્કૂલના સ્ટાફ માં રેપિડ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં પણ કોરોનાનો ભય ફેલાયો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે જે વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ છે તેનું બિલ્ડીંગ પણ અલગ જ છે અને સ્ટાફ પણ જુદો છે તેમ છતાં પણ ઉપરોક્ત બિલ્ડિંગને સેનેટાઈઝર કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

|ગુણભાંખરીમાં ચિત્ર-વિચિત્ર મેળો રદ
પોશીનાના ગુણભાંખરીમાં સદીઓથી યોજાતા અસ્થિ વિસર્જન અને પિતૃતર્પણની વિધિને પણ કોરોના આભડી ગયો છે તંત્ર દ્વારા 11 અને 12 એપ્રિલ દરમિયાન ચિત્ર વિચિત્ર મહાદેવ મંદિરના પટાંગણમાં અને ત્રિવેણી સંગમ ખાતે ભીડ એકત્ર થવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડ્યું છે.

સાબરકાંઠાના સંક્રમિત દર્દીઓ
હિંમતનગર
મોતીપુરા કંપામાં 34 વર્ષિય મહિલા, રાજતીર્થ સોસાયટીમાં 51 વર્ષિય પુરૂષ, કુમકુમ પાર્ક સોસાયટી 30 વર્ષિય પુરૂષ, જીતોડમાં 30 વર્ષિય પુરૂષ, મંગલમ પાર્ક સોસાયટીમાં 68 વર્ષિય મહિલા, નીલકંઠ સોસાયટીમાં 60 વર્ષિય મહિલા, જાંબુડી ગામમાં 51 વર્ષિય પુરૂષ, પેલેસ રોડ પાસે 47 વર્ષીય મહિલા, મારૂતિનગર સોસાયટીમાં 23 વર્ષિય પુરૂષ, વાઘેશ્વરી સોસાયટીમાં 54 વર્ષિય મહિલા, અમરપાર્ક સોસાયટીમાં 23 વર્ષિય મહિલા, ટાઉનહોલ પાસે 57 વર્ષિય પુરૂષ, પ્રજ્ઞાકુંજ સોસાયટીમાં 57 વર્ષિય પુરૂષ, શાંતિનગર સોસાયટીમાં 70 વર્ષિય મહિલા, મેનાપાર્ક સોસાયટીમાં 48 વર્ષિય મહિલા, મારૂતિનગર સોસાયટીમાં 27 વર્ષિય મહિલા, સંસ્કાર સોસાયટીમાં 70 જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલમાં 38 વર્ષિય મહિલા, ઇલોલમાં 45 વર્ષિય પુરૂષ, રાધે બંગ્લોઝમાં 44 વર્ષિય મહિલા.
ઇડર
ઉમેદપુરામાં 23 વર્ષીય મહિલા, સૂકુન સોસાયટીમાં 30 વર્ષીય પુરૂષ, ફિચોડમાં 52 વર્ષિય પુરૂષ, મેસણમાં 73 વર્ષિય મહિલા, સદાતપુરામાં 52 વર્ષિય પુરૂષ, હિંગળાજ ગામમાં 24 વર્ષિય પુરૂષ.
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મામાં રેલવે સ્ટેશન પાસે 73 વર્ષીય મહિલા, ભક્તિનગરમાં 42 વર્ષીય મહિલા
પ્રાંતિજ
પ્રાંતિજમાં ગોપીનાથનગરમાં 48 વર્ષિય મહિલા
તલોદ
તલોદની ચંદ્રપ્રભુ સોસાયટીમાં 45 વર્ષીય પુરૂષ, નિજાનંદ સોસાયટીમાં 59 વર્ષિય પુરૂષ

અરવલ્લી કોરોના સંક્રમિત દર્દીઓ
મોડાસા શહેરના સ્વાગત વિલેજમાં1 , કુમકુમપાર્ક સોસા.માં1,પાવનસીટીના પી બ્લોકમાં રહેતા 1, ભવાનીપુરાકંપાની પટેલ ફળિયામાં રહેતા 1, નાનીચીચણોમાં 1,પટેલ ફળિયામાં રહેતા1, શામપુરના ચમાર ફળિયામાં રહેતા 1, ગાબટમાં ઊંચાબજારમાં પંડ્યાફળીમાં રહેતા 1 અને ધનસુરાના શેરડીકંપામાં રહેતો 1 દર્દી

મોડાસા પાલિકા પાસેની સિંચાઈ વિભાગની કચેરીમાં કોરોનાનો પગપેસારો
મોડાસા પાલિકા પાસે ઼સિંચાઈ વિભાગની આઇપી ડિવિઝનની કચેરીના હેડ ક્લાર્ક, ક્લાર્ક અને તેમના સંપર્કમાં આવેલા ખાનગી કોન્ટ્રાક્ટરમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમના રેપિડ ટેસ્ટ કરતાં તમામ 3 ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

હિંમતનગર સિવિલમાં 67 દર્દી, 30 ઓક્સિજન પર, 05 દર્દીઓ બાઇપેપ પર
હિંમતનગર સિવિલમાં હાલમાં કુલ 76 દર્દી છે જે પૈકી 9 દર્દીનો રિપોર્ટ આવવો બાકી છે. 67 પોઝિટિવ દર્દીઓ પૈકી 30 દર્દીઓ ઓક્સિજન પર અને 05 દર્દી બાઇપેપ પર છે. મતલબ 50 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર છે. 67 દર્દીઓમાં અરવલ્લીના 10, અમદાવાદના 01 અને મહેસાણા જિલ્લાના 02 દર્દીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે 20 જાન્યુઆરીએ હિંમતનગર સિવિલમાં 18 પોઝિટિવ દર્દી હતા આ સ્થિતિ 10 માર્ચ સુધી જળવાઇ રહી હતી અને 10 માર્ચે 19 પોઝિટિવ દર્દી હતા છેલ્લા ત્રણ સપ્તાહમાં ઉછાળો આવતા સારવાર લઇ રહેલ દર્દીઓની સંખ્યા ચાર ગણી થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો