અટકાયત:અરવલ્લીમાં પં.ચૂંટણીમાં સુલેહ શાંતિનો ભંગ અટકાવવા 772ની અટકાયત કરાઇ

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ચૂંટણી પ્રચાર અને મતદાન ભય વિના થાય તે માટે 547 હથિયારો જમા લેવાયાં
  • ​​​​​​​ભૂતકાળની ચૂંટણીમાં જેમની સામે ચૂંટણીલક્ષી બનાવમાં ગુના નોંધાયા હતા તેમની અટક

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા તા.19 ડિસેમ્બરે 221 સ્થાનિક સ્વરાજ્યની પંચાયતની યોજાનારી ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે જિલ્લા પોલીસે ચાંપતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે 3 ડીવાયએસપી 8 પોલીસ ઇન્સ્પેક્ટર 24 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 828 પોલીસ કર્મી સહિત 96 એસઆરપી જવાન અને 1022 હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનોને ફરજ પર નિયુક્ત કર્યા છે.

જિલ્લામાં ચૂંટણી સંદર્ભે ભૂતકાળમાં જે ગામડાઓમાં ચૂંટણીલક્ષી બનાવ નોંધાયા હતા અથવા તો દાખલ થયા હતા તેવા તમામ ગામોમાં અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસે 772 લોકોની અટકાયત કરી છે. ચૂંટણી બાબતે બનાવ અંગે જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ નં. 02774, 250111, 250112 ઉપર જાણ કરવા પણ અપીલ કરી છે. ચૂંટણી પંચ દ્વારા તા. 22 નવેમ્બરે પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું.

તેના ભાગરૂપે 19 ડિસેમ્બરની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે જિલ્લા પોલીસે બેઠકોનો દોર શરૂ કર્યો હતો અને ચૂંટણી સંદર્ભે ભૂતકાળમાં જે ગામડાઓમાં ચૂંટણીલક્ષી બનાવ અને ગુના દાખલ થયા હતા તે તમામ ગામોમાં અનિચ્છનીય બનાવ ન બને અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે જિલ્લા પોલીસે કસૂરદાર વિરુદ્ધ 772 લોકો સામે અટકાયતી પગલાં લેવાયાં છે.

વધુમાં જિલ્લામાં ચૂંટણી પ્રચાર પ્રસાર અને મતદાન શાંતિપૂર્ણ ભયવિહિત થાય તે માટે 547 હથિયારો જમા લેવાયા છે. જિલ્લામાં કોઈ પણ સમય ચૂંટણીલક્ષી કામગીરી ને પહોંચી વળવા પોલીસ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરીને 50 પોલીસ કર્મીઓ અને 50 હોમગાર્ડ જવાનોને રિઝર્વ રાખ્યા છે. તદુપરાંત પોલીસ સ્ટેશનમાં 73 રૂટ ઉભા કરાયા છે. જેમાં વિજિટ પોલીસ કર્મી અને હોમગાર્ડને ચૂંટણી રૂટ ઉપર પેટ્રોલિંગમાં મૂકાયા છે. એલસીબી એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડની પણ નિયુક્તિ કરી છે.

અન્ય સમાચારો પણ છે...