તપાસ:મોડાસાના વોર્ડ નં-1 માં દુષિત પાણી ફેલાવતા 7 નળ કનેકશન કાપી નાખ્યા

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ટીમો દ્વારા વોર્ડ -1 માં નળ કનેકશનોની તપાસ હાથ ધરાઇ હતી
  • પાણીની નીકમાંથી પસાર થતાં ગેલ્વેનાઈઝ પાઈપના વર્ષો જૂના નળ કનેકશનનો કટાઈ ગયા હતા

મોડાસા પાલિકાના વોર્ડ-1માં પીવાનું પાણી દુષિત આવતું હોવાની ફરિયાદ થતાં પાલિકા દ્વારા કુંભારવાડા વિસ્તારમાં સર્વે હાથ ધરતાં વર્ષો જૂના 7 નળ કનેકશનોની ગેલ્વેનાઈઝ પાઈપ કટાઇ જતાં તેમાંથી નીકનું દુષિત પાણી પીવાના પાણીની લાઈનમાં ઘૂસી ગયું હોવાનું સર્વે દરમિયાન બહાર આવતા પાલિકા દ્વારા 7 નળ કનેકશન કાપી નાખી હોવાનું પાલિકાના પાણી પુરવઠા વિભાગના દેવાંગભાઈ સોનીએ જણાવ્યું હતું.

મોડાસા પાલિકાના કુંભારવાડામાં પીવાનું દુષિત પાણી આવતા રહીશોમાં કકળાટ ઊભો થયો હતો. આ અંગે પાલિકામાં ફરિયાદ મળતા પ્રમુખ જલ્પાબેન ભાવસારે ઉપરોક્ત વિસ્તારમાં જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરાવી હતી. તપાસ દરમિયાન પાણી પુરવઠા વિભાગના અધિકારી દેવાંગ સોનીએ જણાવ્યું કે કુંભારવાડા વિસ્તારમાં વર્ષો જૂની નીકમાંથી પસાર થતાં ગેલ્વેનાઈઝ પાઈપ સડી ગયેલા નળ કનેક્શન મળ્યા હતા. પરિણામે પાલિકાની ટીમે કુંભારવાડા વિસ્તારમાં 7 નળ કનેકશન તાત્કાલિક કાપી નાખીને મકાન માલિકોને તાકીદ કરી હતી.

તદુપરાંત આજે મંગળવારે વોર્ડ નંબર 1 માં કુંભારવાડા વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી છોડાશે ત્યારે પણ વધુ સર્વે હાથ ધરીને વર્ષો જૂના કટાઇ ગયેલા નળ કનેકશન કાપવા માટે પણ તજવીજ હાથ ધરાઈ હોવાનું નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...