તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:અરવલ્લીમાં 7નાં મોત, મોડાસામાં 27 સહિત જિલ્લામાં 41 દર્દીઓ સંક્રમિત

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ રોજિંદા મોતને ભેટી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં મોડાસાની સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલો તેમજ અન્ય કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જિલ્લાના 7 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. જિલ્લામાં શનિવારે મોડાસા શહેરમાં 27 સહિત તાલુકામાં 30 કેસ અને ભિલોડા તાલુકામાં 5, ધનસુરામાં 1, મેઘરજ તાલુકામાં 3, માલપુર તાલુકામાં 2 સહિત 41 કેસો નોંધાયા હતા.

મોડાસા શહેરની માલપુર મેઘરજ રોડ શામળાજી રોડ અને બાયપાસ રોડ તેમજ લઘુમતી વિસ્તારની જુદી જુદી ત્રણ સોસાયટી અને ચાંદી કેરી વિસ્તાર સર્વોદય નગરસહિતના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના એક જ દિવસમાં 27 કેસ નોંધાયા છે. જોકે મોડાસા તાલુકાના ઇટાડીમાં 1,ઝાલોદરમાં 1 અને વરથુંમાં 1 કેસ નોંધાયો છે. ભિલોડા તાલુકાના સુરપુરમાં 1, રાયસિંગપુરમાં 2 ચોરીમાલામાં 1, જોધપુરમાં 1 કેસ નોંધાયો છે. ધનસુરા તાલુકાના રમોસમાં 1 કેસ નોંધાયો છે.

મેઘરજ તાલુકાના શણગાલમાં 1, પટેલ ઢૂંઢામાં 1 , કસાણામાં 1 કેસ નોંધાયો છે.અને માલપુર તાલુકાના પરસોડામાં 1 અને બામણીમાં 1 સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવના 41 કેસ નોંધાયા હતા. કલેક્ટરે ઉપરોક્ત વિસ્તારોમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ઉપરોક્ત વિસ્તારોમાં અવરજવર ઉપર પ્રતિબંધના આદેશ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...