તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોને સમર્થન:ગુજરાતમાં 6000 સરકારી સ્કૂલો બંધ: SFIનો આક્ષેપ

મોડાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જિલ્લા વિદ્યાર્થી સંગઠને દિલ્લીમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોના ભોજન બનાવવામાં પણ મદદ કરી હતી. - Divya Bhaskar
અરવલ્લી જિલ્લા વિદ્યાર્થી સંગઠને દિલ્લીમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોના ભોજન બનાવવામાં પણ મદદ કરી હતી.
 • અરવલ્લી SFIના વિદ્યાર્થીઓ અને કાર્યકરો આંદોલનના સમર્થનમાં પહોંચ્યા

કૃષિ કાયદા રદ કરવા છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી ખેડૂત સંગઠનો દિલ્હી હરિયાણા બોર્ડર પર લડત ચલાવી રહ્યા છે. તેના સમર્થનમાં અરવલ્લી જિલ્લાના સ્ટુડન્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા સમિતિના ત્રણ વિદ્યાર્થીઓ સહિત ૧૦ જેટલા વિદ્યાર્થી કાર્યકરો દિલ્હી હરિયાણા બોર્ડર પર પહોંચ્યા હતા. તેમણે બોર્ડર પર થી વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં 6000 ગવર્મેન્ટ સ્કૂલો બંધ થઈ ગઈ છે પરિણામે વિદ્યાર્થીઓ શિક્ષણ માટે રસ્તા પર આવી ગયા છે. સરકારની ગુજરાત મોડેલની વાત તદ્દન ખોટી અને વાહિયાત હોવાનો આક્ષેપ કર્યો હતો.

સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા સમિતિના સતીશા કુમારી અને વિદ્યાર્થી સંગઠનો અને સરકાર પર આક્રોશ ઠાલવતા જણાવ્યું કે ગુજરાત મોડેલની વાત તદ્દન ખોટી છે જે રીતે સરકાર ગુજરાતથી આવતા સંગઠનોને રાજસ્થાન હરિયાણા બોર્ડર પર રોક લગાવી રહી છે. કકડતી ઠંડીમાં પણ સંગઠનન વિદ્યાર્થીઓએ ખેડૂત આંદોલનને વેગ આપતા જણાવ્યું કે રાજ્યમાં 6000 સરકારી સ્કૂલ બંધ કરી દેવાઇ છે પરિણામે સરકાર શિક્ષણ વેચીને વિદ્યાર્થીઓને પણ રસ્તા ઉપર લાવી દેશે તેવો ભય સતાવી રહ્યો છેે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો