તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવદયા:ધોલપુર પાસે કતલખાને લઇ જવાતાં 6 પાડાને બચાવાયાં

મોડાસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીકઅપ ડાલાના ચાલક સહિત બે પકડાયાં

મોડાસા- મેઘરજ રોડ પર ધોલપુરની સીમમાંથી ડાલામાં કતલખાને લઇ જવાતા છ પાડાં રૂરલ પોલીસે મરણતોલ હાલતમાં ઝડપી ડાલાના ચાલક સહિત બે શખ્સોને ઝડપી રૂ. 218000 નો મુદ્દામાલ કબજે કર્યા હતો.

મોડાસા રૂરલ પોલીસે પેટ્રોલિંગ મેઘરજ તરફથી ડાલા નંબર જીજે 31 ટી 1370 માં પશુઓ ભરીને કતલખાને લઇ જવાતાં હોવાની માહિતીના આધારે પોલીસે ધોલપુરની સીમમાંથી ડાલાને અટકાવી તલાશી લેતાં પાસ પરમીટ વગર છ પાડાં ગળાના ભાગે અને મોઢાના ભાગે રસ્સી વડે બાંધી મરણતોલ હાલતમાં કતલખાને લઇ જવાતાં મળતાં રૂ. 18 હજારના પાડા, ડાલા સહિત કુલ રૂ. 2,18,000નો મુદ્દામાલ કબજે લઇ શાહરૂખ મહેબૂબ મુલતાની અને ગુલાબભાઈ જોધાભાઈ મુલતાની બંને રહે. ચાંદ ટેકરી મોડાસા સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...