તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:અરવલ્લીમાં બે દિવસમાં કોરોનાના વધુ 6 કેસ

મોડાસા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારના બે દિવસમાં કોરોના પોઝિટિવના વધુ 6 કેસ નોંધાતાં કુલ આંક 733 પહોંચી છે. મોડાસા શહેરના નંદનવન સોસાયટીમાં રહેતાં પુરુષ અને શ્રીનગર સોસાયટીમાં રહેતા પુરુષ તેમજ શહેરની ગીતાંજલી સોસાયટીમાં રહેતા પુરુષ અને મોડાસા શહેરીમાં રહેતા પુરુષ, મોડાસાના ભવાનીપુરા કંપામાં પટેલ ફરીમાં રહેતી મહિલા અને તેમજ ભિલોડાના જૂની પોસ્ટ ઓફિસ વિસ્તારમાં રહેતા પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

12 દર્દીઓ સાજા થયા
મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 1 પુરુષ અને 6 મહિલા તેમજ બાયડની વાત્રક જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 1 પુરુષ અને 2 મહિલા તેમજ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 પુરુષ સહિત કોરોના પોઝિટિવના 12 સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો