તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મોડાસામાં સર્વોદય નગરમાંથી 6 જુગારી ~2હજાર સાથે ઝબ્બે

મોડાસા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોડાસા ટાઉન પોલીસે બાતમી આધારે મોડાસા શહેરના સર્વોદય નગરમાંથી રાત્રે 6 જુગારીને રૂ. 2000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે શહેરના સર્વોદય નગર ડુંગળી વિસ્તારમાં આવેલા ખાડા વિસ્તારમાં લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં છ શખ્સો જુગાર રમતા ઝડપી રોકડ 2090 અને ગંજીપાનાના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પોલીસે તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધે તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારી
1. ભરત જીવાભાઈ રાવળ
2. વિષ્ણુભાઈ ધીરાભાઈ થોરી
3.કમલેશભાઈ અમરતભાઈ મારવાડી
4. ઇશ્વરભાઇ ધુળાભાઈ થોરી
5. અનિલભાઈ રમણભાઈ થોરી
6. વનરાજ ડાહ્યાભાઈ થોરી તમામ. રહે. સર્વોદય નગર મોડાસા

અન્ય સમાચારો પણ છે...