ચૂંટણી:જિલ્લા પંચાયતની નાદોજ બેઠક પર 57.11 ટકા , બાયડના હઠીપુરામાં- ભિલોડાના ઉબસલમાં 59. 11% મતદાન

મોડાસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લીમાં ચાર જગ્યાએ પેટાચૂંટણી યોજાઇ, 9 ઉમેદવારોએ ઝંપલાવ્યું

અરવલ્લી જિ.પં.ની ભિલોડા તાલુકાની 21 નાદોજ બેઠકની પેટાચૂંટણીમાં 57.11 % અને બાયડ તા.પં.ની 10 હઠીપુરામાં અને ભિલોડા તા.પં. 22 ઉબસલ તા.પં.ની પેટા ચૂંટણીમાં 59.11 ટકા મતદાન થયું હતું. ઉપરોક્ત બેઠકો પર કોંગ્રેસ ભાજપ અને આપના કુલ 9 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું.

ચૂંટણી વિભાગ દ્વારા મતદાન માટે 64 મતદાન કેન્દ્રો ઉભા કરાયા હતા. તદઉપરાંત ચૂંટણી અધિકારી અને પોલીસકર્મી સહિતનો 386 જેટલા કર્મચારીઓને મતદાન માટે નિયુક્ત કર્યા હતા.નાદોજ બેઠક પર કુલ 25225 મતદારો નોંધાયા હતા. આ પૈકી 14405 સ્ત્રી અને પુરુષ મતદારોએ મતદાન કર્યું હતું. બેઠક ઉપર 12784 પુરુષ મતદારો પૈકી 7532 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે 12441 સ્ત્રી મતદારો પૈકી 6893 મતદારોએ સાંજે 5 કલાક સુધીમાં મતદાન કરતાં કુલ 57. 11 ટકા મતદાન થયું હોવાનું નોંધાયું હતું. મોડી સાંજ સુધીમાં ઉમેદવારોના સમર્થકો હાજર હતા.

નાદોજ બેઠકના ઉમેદવારનું મોત થતાં ચૂંટણી થઇ
નાદોજ બેઠક ઉપર ગત 2021ની જિ.પં.ની ચૂંટણીમાં ભાજપે નિવૃત્ત અધિકારી હસમુખભાઈ મોડીયાને ચૂંટણી જંગમાં ઉતારતા વિજયી થયા હતા. પરંતુ કોરોના દરમિયાન તેમનું મોત થતા આ બેઠક પર પેટાચૂંટણી આવતાં ભાજપે તેમના પરિવારના નીલાબેનને ચૂંટણીમાં ઉતાર્યા હતા.

હઠીપુરા- ઉબસલ બેઠક પર 59.11 % મતદાન
ભિલોડાની 22 ઉબસલ અને બાયડ તાલુકાની 10 હઠીપુરા બેઠક ઉપર ફુલ 14037 મતદારો પૈકી 8297 સ્ત્રી પુરુષ મતદારોએ મતદાન કર્યું હતું આ બેઠકો ઉપર 7102 પુરુષ મતદારો પૈકી 4081 મતદારોએ મતદાન કરતાં પુરુષ 59.87 ટકા ટકા મતદાન થયું હોવાનું નોંધાયું હતું. જોકે આ બંને બેઠકો ઉપર 6935 સ્ત્રી મતદારો પૈકી 4216 મહિલા મતદારોએ મતદાન કરતાં 61.96 % મહિલાઓએ
મતદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...