ચિત્ર સ્પર્ધા:અરવલ્લી જિલ્લાના 5623 વિદ્યાર્થીઓએ ક્લીન ઇન્ડિયા ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો

મોડાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અરવલ્લી જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે ક્લીન ઇન્ડિયા ચિત્ર સ્પર્ધામાં બાળકો એ ભાગ લીધો હતો - Divya Bhaskar
અરવલ્લી જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે ક્લીન ઇન્ડિયા ચિત્ર સ્પર્ધામાં બાળકો એ ભાગ લીધો હતો
  • જિલ્લાની 650 પ્રાથમિક શાળામાં ક્લીન ઇન્ડિયા વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ

આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષ નિમિત્તે સ્વછતા અભિયાનને વેગવંતી બનાવવા સમગ્ર ભારતમાં ક્લીન ઇન્ડિયાના કાર્યક્રમો 1 થી 31 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો કરવાનું મિશન હાથ ધરાયું છે. રાજ્યને સ્વચ્છ બનાવવાના હેતુથી સરકારના આદેશોનું પાલન કરતા સમગ્ર રાજ્ય આ કાર્યક્રમને વેગ આપવા દરેક જિલ્લઓમાં ક્લીન ઇન્ડિયાના કાર્યક્રમોની શરૂઆત થઇ છે.

અરવલ્લીના દરેક તાલુકામાં 5 ઓક્ટોબરના રોજ “ક્લીન ઇન્ડિયા” થીમ પર ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં અરવલ્લી જિલ્લાની ૬૫૦ પ્રાથમિક શાળામાં 5623 વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. તથા વિદ્યાર્થીઓએ જુદી-જુદી પ્રકારના ચિત્રો દોરીને આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...