તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોડાસાના સર્વોદયનગર પાસેથી 464 લિટર દેશી દારૂ સાથે 5 મહિલા ઝબ્બે

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવણપુર વિદેશી દારૂ લઈને આવેલો શખ્સ ભાગી છૂટયો

મોડાસા શહેરના સર્વોદય નગર ડુંગરી વિસ્તારના ત્રણ રસ્તા પાસેથી ટાઉન પોલીસે બાતમીના આધારે રેડ કરી મોડાસાના જીવણપુરથી દેશી દારૂનો 464 લિટર જથ્થો લઈને આવેલી પાંચ મહિલાઓને ઝડપી હતી. જોકે મોકાનો ફાયદો ઉઠાવીને દિનેશ છારા ભાગી છૂટ્યો હતો.પોલીસે રૂપિયા 9280 નો દેશી દારૂનો જથ્થો કબજે લઇને દારૂનો જથ્થો મંગાવનાર મોડાસાના સર્વોદય નગરની 3 મહિલાઓ અને 2 પુરુષ સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

મોડાસા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે શહેરના બાયપાસ ઉપર સર્વોદય નગર ડુંગરી રસ્તા પાસે પાંચ મહિલાઓ અને એક પુરુષ પ્લાસ્ટિકના મિણીયામાં અને થેલીઓમાં દેશી દારૂનો જથ્થો ભરીને ઉભી હોવાની માહિતીના આધારે પોલીસે આ વિસ્તાર કોર્ડન કરીને પાંચ મહિલાઓને ઝડપી હતી.

જોકે એક શખ્સ ભાગી છૂટ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દેશી દારૂનો જથ્થો મોડાસાના સર્વોદય નગર ડુંગરી વિસ્તારમાં મંગાવ્યો હોવાની માહિતીના આધારે પોલીસેદારૂનો જથ્થો મંગાવનાર અને લઈને આવનાર મહિલાઓ સહિત 11 સામે ગુનો નોંધ્યો છે.

પકડાયેલી પાંચ મહિલાઓ
લક્ષ્મીબેન મજીભાઈ પરમાર, પ્રીતિબેન જયેશભાઈ છારા, કરિશ્મા બેન પિયુષભાઈ છારા, સોનીકાબેન મંગળભાઈ છારા, કંચનબેન રાજુભાઈ છારા તમામ રહે. જીવણપુર તા. મોડાસા

ફરાર આરોપી
દિનેશભાઈ સવજીભાઈ છારા રહે. જીવણપુર

​​​​​​​​​​​​​​દારૂનો જથ્થો મંગાવનાર
રજનીબેન શ્યામભાઈ છારા સર્વોદય નગર મોડાસા, મેલાભાઈ કોહયા ભાઈ વાઘેલા. સર્વોદય નગર મોડાસા, માવજીભાઈ ઝવરા ભાઈ વાઘેલાસર્વોદય નગર મોડાસા, વર્ષાબેન દીપકભાઈ છારા સર્વોદય નગર મોડાસા, પ્રેમીલાબેન ગણેશભાઈ પંચાલ સર્વોદય નગર ડુંગરી

અન્ય સમાચારો પણ છે...