તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મત્તા જપ્ત:મોડાસામાં ગટરના ઢાંકણાં ચોરતી ગેંગના 5 ઝબ્બે

મોડાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેંગનો એક ફરાર, ઇકો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 3.53 લાખની મત્તા જપ્ત

મોડાસામાંથી ગટર લાઈનના ચેમ્બરના ઢાંકણા ચોરી થતાં ટાઉન પોલીસમાં બે દિવસ અગાઉ ગુનો નોંધાતાં એલસીબીએ નેત્રમની મદદથી તપાસ હાથ ધરતા મોરાસા શહેરી વિસ્તારમાંથી ચોરી કરનાર 5 આરોપીઓને પોલીસે ઝડપી અને આ ગુનામાં વોન્ટેડ આરોપીની પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે ઈકો અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.

મોડાસામાંથી ગટર લાઈનના ઢાંકણાની ચોરીનો ભેદ ઉકેલવા સી.પી.વાઘેલા, પીઆઇ, એલ.સી.બી. મોડાસાએ એલ.સી.બીને સૂચના અને માર્ગદર્શન આધારે આરોપીઓએ ઇકોનો ઉપયોગ કર્યો છે. જે અન્વયે નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમની મદદથી ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં સંડોવાયેલ 5 આરોપીઓને મોડાસા ડુંગરવાડા ચાર રસ્તા નજીકથી પકડી ગટર લાઇનનાચેમ્બરના ઢાંકણ ફરેડીમાં વેચાણ આપેલાનું કબૂલતાં આરોપીઓને પકડી ને જેલ હવાલે કરાયા હતાપોલીસે ઇકો નંબર જી.જે. 01 આરએન 8708 કિ. 3 લાખ તથા મોબાઇલ નંગ ૫ કિ.16હજાર તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ લોખંડના ઢાંકણાઓ ભંગારવાળાને વેચાણ આપતાં તેણે ઢાંકણાઓ ભઠ્ઠીમાં ઓગાળી લોખંડના ચોરસાઓ બનાવી દીધેલ જે ચોરસા નંગઃ ૬ કિ.રૂ.37920 મળી કુલ મુદ્દામાલ રૂ.3,53,920નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

પાંચ આરોપીઓ
સદ્દામહુસૈન તાલીમહુસૈન શેખ રહે.દરીયાઇ સોસાયટી, મોડાસા, તા.મોડાસા, રઇસ રફીકભાઇ કુકડી રહે.જમજમ સોસાયટી, મોડાસા, સુલતાન ખેરસાબાવા સૈયદ રહે.ગરીબનવાજ સોસાયટી, મોડાસા, અરબાજ રઝઝાકભાઇ શેખ રહે.રસીદાબાદ સોસાયટી, મોડાસા, મુકેશ દેવીલાલ ગુર્જર રહે.ફરડી તા.મોડાસા

વોન્ટેડ આરોપી
બિલાલ ઉર્ફે લાલભાઇ લાલભાઇ મેહબુબભાઇ મલેક રહે.દરિયાઇ સોસાયટી

અન્ય સમાચારો પણ છે...